Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દિગ્વિજય પ્લોટ તથા વુલન મીલ ફાટક પાસે દરોડામાં દેશી દારૂની ભઠ્ઠી કબજે

લાલપુરમાંથી બે ચપલા સાથે એક શખ્સ પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના દિગ્વિજય પ્લોટ ૪૯ વિસ્તાર તથા વુલન મીલ રોડ પર બાવરીવાસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠી કબજે કરી છે. જ્યારે લાલપુર શહેરમાંથી બે ચપલા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

લાલપુર શહેરમાં ઘઉંના ગોડાઉન પાસે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં રૂપાવટી નદીના કાંઠે રહેતો સતાર ગુલમામદ સાટી નામનો શખ્સ પસાર થતાં તેને રોકી પોલીસે ચેક કર્યાે હતો. આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના બે ચપલા મળી આવ્યા છે. પોલીસે ચપલા કબજે કરી સતાર સાટીની અટક કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ચારણનેસ પાસે ભોલા માણસુર સોરીયા નામના શખ્સના ઝૂંપડામાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. સ્થળ પરથી ૬૨ લીટર દારૂ, રપ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. આરોપી નાસી જવામાં સફળ થયો છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરી વાસમાં મધુબેન રામચંદ્ર ડાભી નામના મહિલાના ઝંૂપડામાંથી પણ દેશી દારૂની ભઠ્ઠી કબજે કરાઈ છે. સ્થળ પરથી ૪૦ લીટર દારૂ, ૨૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. મધુબેનની શોધ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh