Advertisement
Author: નોબત સમાચાર

લદ્દાખના લેહમાં પ.પ.ની તીવ્રતાનો ભૂકંપ

ગઈકાલે મ્યાનમાર, અફઘાનિસ્તાનમાં પણ અનુભવાયા હતા ભૂકંપના ઝટકા

                                                                                                                                                                                                      

લેહ તા. ૧૩: લદ્દાખના લેહમાં વહેલી સવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

લદ્દાખના લેહમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૬:૦૫ વાગ્યે લદ્દાખના લેહમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો.સવારે લોકો ઊંઘમાંથી જાગી રહૃાા હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી હતી. આંચકા અનુભવાતા અનેક લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. થોડી જ મિનિટોમાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે રાહતની વાત એ છે કે હાલ સુધી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે ૬: ૦૫ વાગ્યે ૧૦ કિમીની ઊંડાઇએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હજુ સુધી જાણી શકાયું નથી. જાનહાનિ કે મોટા નુકસાનના કોઇ અહેવાલ નથી.

એકસ પર એક પોસ્ટમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ૦૬:૦૫:૧૫ વાગ્યે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ઊંડાઇ ૧૦ કિમી નોંધવામાં આવી છે.

ગઈકાલે તા.૧૨ ઓગસ્ટના મ્યાનમારમાં પણ ૪.૨ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ની નોંધાઇ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh