Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ભાવાભી ખીજડિયા તથા ખાનકોટડા ગામમાં જુગારઃ આઠ પકડાયા

લાલપુરના મોડપરમાં ખેતરમાંથી ઝડપાયો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કાલાવડના ખાનકોટડા ગામમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલા ઝડપાયા છે. જ્યારે ભાવાભી ખીજડીયા ગામ પાસેથી ચાર શખ્સ તીનપત્તી રમતા પકડાઈ ગયા છે. લાલપુરના મોડપરમાં એક ખેતરમાં રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડતા છ પત્તાપ્રેમી ઝડપાઈ ગયા છે. ત્રણેય સ્થળેથી કુલ રૂપિયા પોણા લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં ગઈકાલે બપોરે કેટલાક મહિલાઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક ના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા હકાભાઈના ઘર નજીક ખૂલ્લા ફળીયામાં ગંજીપાનાથી જુગાર રમતા મંજુબેન કરશનભાઈ બાંભવા તથા રેશ્માબેન જાવિદભાઈ ઓડીયા, ભાનુબેન દેવેન્દ્રભાઈ બાંભવા, ભાવનાબેન દિનેશભાઈ સોલંકી નામના ચાર મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૧,૧૩૦ કબજે કરાયા છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામથી દડવી ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે બપોરે તીનપત્તી રમતા ઓમદેવસિંહ ગિરીરાજસિંહ જાડેજા, જુનેદ હુસેનભાઈ ઈસાણી, હરપાલ સિંહ સહદેવસિંહ જાડેજા, મયુરસિંહ વનરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂ।.૧૩૬૨૦ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના મોડપર ગામમાં વિરડાવાળી સીમમાં એક ખેતરમાં ગઈકાલે સાંજે નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પરબતભાઈ હમીરભાઈ નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડ્યો હતો. ત્યાં પરબતભાઈ હમીરભાઈને નાલ આપી ગંજીફાથી જુગાર રમી રહેલા લાખાભાઈ હમીરભાઈ નાવદરીયા, બુધાભાઈ દેવાણંદભાઈ જોગલ, રણમલભાઈ અજાભાઈ જોગલ, પાલાભાઈ એભાભાઈ ભાટુ, રાજુભાઈ વિક્રમભાઈ ભાટુ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૫૦૯૦૦ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh