Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાર્કિંગની મંજુરી છતાં ઉપયોગમાં નહીં લેવાતા ૫ાર્કિંગ પ્લેસ ખાલી કરાવવા લેવાયો નિર્ણય

જામ્યુકોની ટાઉન પ્લાનીંગ કમિટીની પ્રથમ બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગઈકાલ તા. ૧૨-૦૩-૨૦૨૬ના સ્ટેન્ડીંગ કમિટી મિટિંગ હોલમાં ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠક  ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વાઈસ ચેરપર્સન ખ્યાતીબેન એમ. મુંગરા તેમજ મહાનગરપાલિકાના  મેયર મોનિકાબેન વ્યાસ, અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી તથા ટાઉન પ્લાનીંગ કમિટીના સભ્યો, ટાઉન પ્લાનીંગ ઓફિસર તથા ટી.પી.ડી.પી. શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જેમાં શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ ગેરકાયદેસર બાંધકામો અંગે કેટલા આસામીઓને નોટીસો ઈસ્યુ કરવામાં આવેલ છે ? તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ઈમ્પેક્ટના કાયદા અન્વયે હાલ સુધી મનપાને કેટલી અરજીઓ મળી છે. તે પૈકી કેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને મનપાને કેટલી આવક પ્રાપ્ત થયેલ તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. શહેરમાં આવેલ ગીતા લોજ પાસે પડેલ કાટમાળ  તાત્કાલીક ઉપાડવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.

નવા બિનખેતી લે-આઉટ અન્વયે રોડ, લાઈટ, પાણી, ગટર વિગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ ડેવલોપર દ્વારા ઉપલબ્ધ કરાવવાની થતી હોય છે. જે અન્વયે સ્થળ તપાસ કરી એન.ઓ.સી. આપવાના થતા હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં આવી સુવિધાઓ ડેવલોપર દ્વારા આપવામાં ન આવેલ હોવા છતા એન.ઓ.સી. ઈસ્યુ કરવામાં આવેલ છે. જે અંગે ચુસ્ત અમલવારી કરાવવા સુચના આપવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા કોમર્શિયલ, બિલ્ડીંગ, હોટલોમાં પાર્કીંગ મંજુરી દર્શાવેલ હોય, પરતું સ્થળ ઉપર પાર્કીંગનો ઉપયોગ જે તે આસામી દ્વારા કરવામાં આવતો નથી આવા પાર્કિંગ  નિયમોનુસાર ખુલ્લા કરાવવા જેથી ટ્રાફિક સમસ્યા હલ થાય. જે અંગે નિયમાનુસાર પગલા લેવા સુચના આપવામાં આવી હતી.

હાલે ચોમાસાની સિઝન ચાલુ હોય શહેરમાં આવેલ ભયજનક ઈમારતો અંગે સર્વે કરી તાત્કાલિક સેઈફ સ્ટેજે લઈ જવા અંગે તથા શહેરમાં આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પાકીંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો આજુ બાજુની શેરીઓમાં ગાડી પાર્કીંગ કરી દબાણ / ન્યુસન્સ કરતા હોય તે અંગે જે તે કોમર્શિયલ કોમ્પલેક્ષોને આપવામાં આવેલ મંજુરી અનુસાર જ ઉપયોગ થાય , પાકીંગ નો ઉપયોગ પાકીંગ માટે જ થાય તે માટે કડક અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી હતી.  આવનારા સમયને ધ્યાને લઈ નવી ટી.પી. સ્કીમોની મંજુરીમાં વધુ પહોળા રોડ, સેન્ટર ડીવાઈડર સાથેના આયોજન થાય તે અંગે પણ સાથો સાથ સૂચના આપવામાં આવી હતી.

કોર્પોરેશન અને જાડાની હદમાં રચાઈ રહેલા અને રચાયેલા ખાનગી ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભૂગર્ભ ગટર કનેક્શન અંગે જીપીસીબીની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh