Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ અન્ય એકનું નામ આપ્યું:
જામનગર તા. ૧૩: ખંભાળિયાના વિરમદળ ગામ સ્થિત ભભુતીયા વાડી વિસ્તારમાં એક શખ્સના ખેતરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૬૬ બોટલ તથા બીયરના ૮ ટીન પકડી પાડ્યા છે.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં એક ખેતરમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભીમશી વજસીભાઈ કરમુર નામના શખ્સના ખેતરે દરોડો પાડ્યો હતો. ત્યાં તલાશી લેવાતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૬ મોટી બોટલ, ૪૦ ચપલા તથા બીયરના આઠ ટીન મળી આવ્યા હતા. રૂ।.૨૧૩૩૦નો દારૂ, એક મોબાઈલ કબજે કરી પોલીસે ભીમશી વજશીભાઈની ધરપકડ કરી છે. તેણે પોતાના સાગરિત મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બાયડા ગામના દિલીપ બામણીયાનું નામ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial