Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ મામલતદાર ઓફિસમાં 'વ્હાલી દીકરી' યોજનાના ફોર્મ જ નહીં !

અરજદારોને ખાસ દુકાનમાંથી ફોર્મ લેવાની સૂચના અપાય છે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૧૩: રાજ્ય સરકારની મહત્ત્વની અને લોકપ્રિય વહાલી દીકરી યોજનામાં ખંભાળિયામાં ગંભીર બેદરકારી બહાર આવી છે.

તાજેતરમાં એક વાલી મામલતદાર કચેરીએ આ માટેના ફોર્મ લેવા જતાં ફોર્મ નથી કહીને ચોકકસ દુકાનેથી લઈને ભરવા જણાવાયું હતું !! ફોર્મ રાખવા તે કચેરીની જવાબદારી હોવા છતાં ઝેરોક્ષ કરવા દીધા છે. અડધો કલાક પછી આવશે, એવો જવાબ દેવાયો હતો.!! સરકારી યોજનાના ફોર્મ માટે ધક્કા ખવડાવવા અને ખાનગી દુકાનેથી ફોર્મ લેવાનું કહેવું તે તપાસનો વિષય છે !! સરકાર દીકરીઓ માટે યોજનાઓ બનાવે અને સરકારી તંત્ર તેના ફોર્મ પણ ના રાખે તે બાબત ભારે ચર્ચાસ્પદ છે.

 

જામનગર બાર એસોસિએશન  દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

જામનગર તા. ૧૩: જામનગર બાર એસોસિએશન દ્વારા અને જી.જી. હોસ્પિટલના સહયોગથી ૩૨મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ તા. ૧૫-૮-૨૬ના શનિવારે સવારે ૯:૩૦ થી ૧:૩૦ દરમ્યાન ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, લાલ બંગલો, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે વકીલ સંદીપ પટેલ મો. ૯૮૨૫૨ ૦૩૮૩૪નો સંપર્ક કરવો. સર્વે વડીલ મિત્રો તથા પ્રજાજનોને જોડાવા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવાએ અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા ૧૬ વર્ષથી જામનગર બાર એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh