Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોમાં ફૂડ શાખાની તપાસણીઃ ૧૬ સેમ્પલ લેવાયા

શ્રાવણમાં ખાવા-પીવામાં ભેળસેળ અટકાવવો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પહેલા જામનગરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની કુલ ૬૨ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન ફરાળી અને ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચીઝ, બટર, પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ કોલ્ડ ડ્રિંક્સના પણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન અયોગ્ય જણાયેલ અંદાજે ૧૨ કિલો પનીરનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં ઉપયોગમાં લેવાતી ૨૫ કિલો પ્રિન્ટેડ છાપાની પસ્તી નો પણ સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી માટે કુલ ૧૬ સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ફરાળી તથા ફરસાણની વસ્તુઓ ઉપરાંત ચીઝ, બટર, પનીર અને કોલ્ડ ડ્રિંક્સના સેમ્પલોનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેમ્પલોને લેબોરેટરીમાં પૃથક્કરણ અને ગુણવત્તા ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

લેબોરેટરીના પૃથક્કરણ રિપોર્ટના આધારે જો કોઈ ખાદ્ય ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની અથવા નિયમવિરુદ્ધ હોવાનું જણાશે તો સંબંધિત ધંધાર્થીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન શહેરની જનતાને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે જામનગર મહાનગર પાલિકાના મ્યુની. કમિશનર દિપેશ કેડિયાની રાહબરી હેઠળ મહાનગર પાલિકાની ફૂડ શાખાના મુખ્ય અધિકારી એન.પી. જાસોલીયા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh