Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક વર્ષો જુની ઓપન ડ્રાય કેનાલ બુરવાની કામગીરી

ખુશ્બુવાડી બંગલા પાછળની કેનાલ દૂર થતા રાહત થશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક ખુશ્બુવાડી બંગલા પાછળ આવેલી કેનાલ સ્થાનિકો માટે વર્ષોથી સમસ્યારૂપ બની હતી. આ કેનાલ હવે બિનઉપયોગી બની ગઈ હોવાથી તેને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણીના પ્રયત્નોથી આ કામગીરી સત્વરે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સોલિડ વેસ્ટ શાખાના મુખ્ય અધિકારી આસી. કમિશનર મુકેશ વરણવા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કેનાલનું સર્વે કરવામાં આવ્યું હતું. સર્વે બાદ કેનાલને બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીના પ્રારંભિક તબક્કામાં કેનાલ ઉપરના સ્લેબો તોડી દૂર કરવામાં આવ્યા હતા. સ્લેબ નીચે ફિટ કરવામાં આવેલા લોખંડના સળિયા સહિતના ધાતુની સામગ્રી ગેસ કટર મંગાવી તેનું કટિંગ કરવામાં આવ્યું હતું.

કટિંગ કરાયેલા લોખંડના સળિયા સહિતનો ભંગાર જામનગર મહાનગર પાલિકામાં જમા કરાવવામાં આવ્યો છે. કેનાલ ઉપરના સ્લેબો તોડી દૂર કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે કેનાલને માટી સહિતની સામગ્રીથી બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિકો માટે વર્ષોથી સમસ્યારૂપ બનેલી આ કેનાલ હવે બિનઉપયોગી બની ગઈ હોવાથી નજીકના ભવિષ્યમાં સમગ્ર જૂની કેનાલને ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી દ્વારા સમગ્ર કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh