Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય ટપાલખાતાની રક્ષાબંધન પર્વે વિશેષ સેવા
જામનગર તા. ૧૩: ભાઈ-બહેનના અતૂટપ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો ભારતીય ટપાલ વિભાગની સ્પીડપોસ્ટ સેવા દ્વારા પોતાની રાખડી વધુમાં વધુ સંખ્યામાં મોકલે તે હેતુથી વિભાગ દ્વારા 'રાખીમેઈલ' પર ૧૦ ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને સસ્તી, ઝડપી અને ભરોસાપાત્ર સરકારી સેવા પૂરી પાડવાનો છે. આ યોજના સમગ્ર દેશમાં ૧ર ઓગસ્ટ ર૦ર૬ થી અમલમાં આવી ગઈ છે અને દર વર્ષે રક્ષાબંધનના તહેવારના ૧પ દિવસ પહેલા સિસ્ટમમાં સક્રિય કરી દેવામાં આવશે.
આ યોજનાનો લાભ લોકો સરળાથી લઈ શકે તે માટે ટપાલ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોડી રાત્રે અથવા અનુકૂળ સમયે રાખડી બુક કરવા ઈચ્છતા નાગરિકો માટે (જામનગર સોર્ટિંગ ઓફિસ) પોસ્ટ ઓફિસમાં સવારે પ થી ૧ર કલાક સુધી અને સાંજે ૪ થી ૧૦ કલાક સુધી કાઉન્ટરની વિશેષ સુવિધા .પલબધ કરવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ માત્ર ઈનલેન્ડ સ્પીડ પોસ્ટ (ડોક્યુમેન્ટ) આર્ટિકલ્સ તરીકે બુક કરવામાં આવતી રાખડી પર જ મળવા પાત્ર રહેશે અને તે માત્ર મૂળ પોસ્ટ ચાર્જ પર જ લાગુ પડશે.
આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ રાખડી કવરની આગળના ભાગ પર સ્પષ્ટ અક્ષરે 'રાખી મેઈલ' લખવું ફરજિયાત રહેશે. પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઓપરેટર રાખડીના કવરને ખોલ્યા વિના, માત્ર બહારથી જ પ્રત્યક્ષ તપાસ કરીને ખાતરી કરશે કે તેમાં રાખડી હાજર છે.
ટપાલ વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજના હેઠળ એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ પ સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ બુક કરાી શકશે. આ ડિસ્કાઉન્ટ માત્ર પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી રૂબરૂ કરવામાં આવતા રિટેલ બુકીંગ માટે જ માન્ય રહેશે.
ભારતીય ટપાલ વિભાગ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરે છે કે, રક્ષાબંધનના આ પવિત્ર પર્વ પર પોતાની બહેન કે ભાઈ સુધી સ્નેહની રાખડી સુરક્ષિત અને વ્યાજબી દરે પહોંચાડવા માટે પોતાની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત લે અને આ વિશેષ ડિસ્કાઉન્ટ યોજનાનો મહત્તમ લાભ ઊઠાવે તેમ જામનગર સોર્ટિંગ ઓફિસ (આરએમએસ વિભાગ), પોસ્ટ ઓફિસના એટીએમની બાજુની ઓફિસ, ચાંદીબજાર, જામનગરએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial