Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા
જામનગર તા. ૧૩: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧પ-૮-ર૦ર૬, શનિવારના સવારે ૯.૦૦ કલાકે "ધીરૂભાઈ અંબાણી વાણીજય ભવન", સુભાષબ્રીજ નજીક, જામનગર-રાજકોટ હાઈવે જામનગર સ્થળે રાષ્ટ્રીય તહેવાર ૮૦ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ રમણીકભાઈ પી. અકબરીના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ચેમ્બર દ્વારા સર્વે સભ્યો, કારોબારી સમિતિના સર્વે સભ્યો તેમજ સંલગ્ન સર્વે એસોસિએશનના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે. સંસ્થાના દરેક સભ્યોએ આપણા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સમજી આ કાર્યક્રમમાં મિત્રમંડળ તથા પરિવાર સાથે અચૂક સમયસર ઉપસ્થિત રહેવા ચેમ્બરના માનદમંત્રી કૃણાલભાઈ વી. શેઠએ અનુરોધ કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial