Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તલવાર, પાઈપથી માર મારી ફ્રેક્ચર કરી નખાયાઃ
જામનગર તા. ૧૩: જામનગરની સનસિટી સોસાયટીમાં ગઈકાલે એક યુવાન પર ચાર શખ્સે તલવાર તથા પાઈપ વડે હુમલો કરી મરણતોલ માર માર્યાે હતો. એક મહિલાએ પાંચેક મહિના પહેલાં જેની સાથે છૂટાછેડા લીધા હતા તે શખ્સ અને ત્રણ સાગરિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મહિલાએ બીજા નિકાહ કરતા પૂર્વ પતિ ઉશ્કેરાયો હતો.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી સનસિટી સોસાયટી-રમાં વસવાટ કરતા શબાનાબેન આમીનભાઈ તાયાણી નામના મહિલા ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે નાની માટલી ગામનો મહંમદ ઉર્ફે કારો બોદુભાઈ ખીરા, રાજકોટનો રહીમ નુરમામદ ખીરા તથા બે અજાણ્યા શખ્સ તલવાર, પાઈપ સાથે આવ્યા હતા.
આ વ્યક્તિઓએ શબાનાબેનના પતિ આમીન જુસબભાઈ તાયાણી પર હુમલો કર્યાે હતો. આ વ્યક્તિઓએ મારી નાખવાના ઈરાદે આમીનભાઈને આડેધડ માર મારતા ત્રણેક ફ્રેક્ચર થઈ ગયા હતા અને બંને પગમાં તલવારના ઘા ઝીંકી ઈજા પહોંચાડાઈ હતી.
ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શબાનાબેને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેણીના અગાઉ નિકાહ મહંમદ ઉર્ફે કારા સાથે થયા હતા. તે પછી પાંચેક મહિના પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા અને સપ્તાહ પૂર્વે તેઓએ આમીન જુસબભાઈ તાયાણી સાથે નિકાહ કર્યા હતા. આ બાબતનો ખાર રાખી ગઈકાલે વહેલી સવારે ઉપરોક્ત હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial