Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી ડીવાયએસપી કચેરીના એએસઆઈને પ્રશંસાપત્રઃ
જામનગર તા. ૧૩: જામનગરના બે પોલીસ મથકમાં થોડા મહિના પહેલાં ત્રણ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ત્રણ ગુન્હા નોંધાયા હતા આ ગેંગના શખ્સોએ અગાઉ આચરેલા ગુન્હાઓ અંગે મેળવવાની થતી વિગતો તેમજ કડીબદ્ધ પુરાવા એકત્ર કરવામાં તપાસનીશ પોલીસ અધિકારી સાથે રાઈટર તરીકે રહી મહત્ત્વની કામગીરી બજાવનાર એએસઆઈનું રેન્જ આઈજીના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ જીતુભા જાડેજાનંુ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પ્રસંશાપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું છે.
થોડા મહિનાઓ પહેલાં જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા તથા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ત્રણ ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુન્હા નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરોક્ત ગુન્હાઓમાં એએસઆઈ પ્રતિપાલસિંહે તપાસનીશ અધિકારી સાથે રાઈટર તરીકે મદદમાં રહી ત્રણેય ગેંગ અંગેના મહત્ત્વના કડીબદ્ધ પુરાવા એકત્ર કરવા ઉપરાંત ત્રણેય ગેંગ સામેના જુદા જુદા નોંધાયેલા ગુન્હાઓની વિગતો એકત્ર કરવા અંગે પ્રસંશનીય કાર્યવાહી કરી હતી. તેને ધ્યાને લઈને ગઈકાલે જિલ્લા પોલીસ હેડકવાર્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી ડો. રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં આઈજીના હસ્તે તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial