Advertisement
Author: નોબત સમાચાર

ભુજિયો કોઠો, તળાવ તિરંગાની થીમ પર રોશનીથી ઝળહળી ઉઠયા

ઐતિહાસિક ધરોહરો દેશભકિતના રંગે રંગાઈઃ નગરજનોએ ખેંચી તસવીરો

                                                                                                                                                                                                      

જામનગરની ઐતિહાસિક ધરોહરોને પણ તિરંગાના રંગે શણગારવામાં આવી છે. જામનગર શહેરનો ઐતિહાસિક ભૂજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, તેને જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાની થીમ પર શણગારવામાં આવ્યો છે. બુધવારની રાત્રે તિરંગા રંગની રોશનીથી ભૂજિયો કોઠો ઝળહળી ઉઠ્યો હતો. રાત્રિના અંધકારમાં કેસરી, સફેદ અને લીલા રંગની લાઇટોથી સજ્જઐતિહાસિક કોઠો દૂરથી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ ઉપરાંત જામનગરના ઐતિહાસિક રણમલ તળાવને પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની થીમ પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તળાવની ફરતે ગોઠવવામાં આવેલી વિવિધ રંગબેરંગી લાઇટો વચ્ચે તિરંગા રંગની રોશનીથી સમગ્ર રણમલ તળાવ પરિસરનો નજારો મનમોહક બની ગયો હતો. ખાસ કરીને તિરંગા રોશનીનો પ્રકાશ જ્યારે રણમલ તળાવની જળરાશિ પર પડતો હતો ત્યારે પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગનું સુંદર પ્રતિબિંબ જોવા મળતું હતું. તિરંગાના રંગોથી ઝળહળતું તળાવ અને તેની પૃષ્ઠભૂમિમાં ઐતિહાસિક ધરોહરોનો નજારો શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh