Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં નર્મદાના પાણી પહોંચાડવા તથા ઘાસચારાની વ્યવસ્થા માટે માંગણી

આમઆદમી ૫ાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૩: ભાણવડ પંથકમાં આ વરસે ચોમાસામાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ છે. આ સંજોગોમાં આમઆદમી પાર્ટી દ્વારા તાલુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવી નર્મદાના પાણી તાલુકાના મહત્ત્વના ડેમોમાં છોડવા તથા ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી.

ભાણવડ તાલુકામાં વરસાદના અભાવે ખેડૂતો તથા પુશપાલકો મુશ્કેલીમાં મૂકાયા છે તથા મોટાભાગના ડેમો તળિયાઝાટકની સ્થિતિમાં છે તથા ઘાસચારાની ભારે અછતને કારણે પશુપાલકોને ઢોરને ઘાસ ખવડાવવાની તથા પીવાના પાણીની પણ તકલીફ છે. આમઆદમી પાર્ટી દ્વારા મામલતદાર ભાણવડને આવેદનપત્ર આપીને બે મુખ્ય માંગો કરવામાં આવી છે.

નર્મદાના નીર છોડીને ભાણવડ તાલુકામાં આવેલા વર્તુ ડેમ, કબરકા ડેમ, ડાઈ મીણસાર, વેરાડી, સોનમતી જેવા ડેમોમાં પાણી ભરવા માંગ થઈ છે. જેથી ખેડૂતોને ખેતરમાં પાક બચાવી શકાય તથા પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh