Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથમાં શિવ મહોત્સવ શરૂ : રાજયભરના શિવાલયોમાં શિવભકતોની ભીડઃ લાઈનો લાગી

વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરૂ યાત્રાનો કરાવ્યો પ્રારંભ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૩: જયોતિર્લિંગ સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી છે. હર હર ભોલેના નાદથી રાજયભરના શિવાલયો ગુંજી ઉઠયા છે. વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરૃં વગાડીનો ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ)થી પ્રારંભ થતાં જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો 'હર હર મહાદેવ', 'બમ બમ ભોલે' અને 'ઓમ નમઃ શિવાય'ના પવિત્ર જયઘોષથી ગૂંજી ઊઠ્યા છે.

ઐતિહાસિક નગરી વડનગરમાં ૧૦૮ કલાકારના અદ્ભુત ડમરું નાદ સાથે ભવ્ય 'શ્રાવણોત્સવ' અને ડમરુ યાત્રાનો પ્રારંભ થયો છે, તો સોમનાથ ધામ ખાતે ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થતાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઝરમર વરસાદ વચ્ચે પણ લાઈનોમાં ઊભીને દર્શન કરી રહૃાા છે.

રાજકોટના રામનાથ મહાદેવ અને અમદાવાદના બિલેશ્વર મહાદેવ અમે વડોદરા સહિત રાજ્યભરના પૌરાણિક મંદિરોમાં વહેલી સવારથી જ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક, બિલિપત્ર અને પૂજા-અર્ચના માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વિશેષ શૃંગાર, લઘુરુદ્રી અને મહાપૂજાના આયોજનો સાથે સમગ્ર રાજ્યમાં એક અલૌકિક ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો છે.

સોમનાથમાં આજથી ૧૧ સપ્ટેમ્બર સુધી ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh