Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' કે મહાકાલ, ભકતો કો કરતે નિહાલઃ
'છોટીકાશી' જામનગરમાં શ્રાવણ માસમાં વિવિધ શિવાલયોમાં ભગવાન ભોળાનાથને રિઝવવા વિવિધ પ્રકારની વિશેષ સેવાઓ કરવામાં આવે છે અને ભોળાનાથનાં ભક્તોને મહાદેવનાં વિવિધ સ્વરૂપની ઝાંખી થાય છે. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે હરીયાળી અમાસ નિમિત્તે ભસ્મ આરતી કરવામાં આવી હતી. ઉજ્જૈનનાં શ્રી મહાકાલ જ્યોતિર્લિંગની જેમ અહીં શ્રાવણ મહિનાનાં દર સોમવારે વહેલી સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે અને ભગવાન શ્રી વૈજનાથ મહાકાલરૂપે ભક્તોને દર્શન આપે છે. ભસ્મ આરતીનાં અલૌકિક દર્શનનો લાભ લેવા વહેલી સવારે પણ બહોળી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડે છે અને હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ શિવમય બની જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial