Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પંથકની સગીરાના અપહરણના ગુન્હામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ

સાત વર્ષ પહેલાં સગીરાને નસાડી જઈ કરાઈ હતી બળજબરીઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૩: ધ્રોલ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની ૧૬ વર્ષની પુત્રીનું લગ્નની લાલચ આપી સાત વર્ષ પહેલાં અપહરણ કરાયાની અને તેણી પર બળજબરી કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે પરપ્રાંતીય આરોપીને ૧૦ વર્ષની સજા અને રૂ।.૧૮ હજારનો દંડ ફટકાર્યા છે.

ધ્રોલમાં વસવાટ કરતા એક પરિવારની સોળ વર્ષની પુત્રી સાથે સાતેક વર્ષ પહેલાં રાજકોટ નજીકના મેટોડામાં વસવાટ કરતા રામરૂપ શિવસદન (ઉ.વ.ર૩) નામના શખ્સે પરિચય કેળવી આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ શખ્સે તેની સાથે અવારનવાર મોબાઈલમાં વાતચીત કરી સંબંધ કેળવ્યા પછી લગ્નની લાલચ બતાવી હતી.

તે દરમિયાન ગઈ તા.૩-૧૧-૧૯ની રાત્રિના સમયે આ સગીરાને પોતાની સાથે રામરૂપે ભગાડી હતી. રાજકોટથી અમદાવાદ લઈ જવાયેલી આ સગીરા પર જબરદસ્તી કરવામાં આવી હતી. તેની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા આઈપીસી ૩૬૬, ૩૭૬, ૫૧૧, ૧૧૪ તેમજ પોક્સો એકટની કલમ ૪, ૮, ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે છ સાહેદની જુબાની અને ૬૨ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ આર.પી. મોગેરાએ આરોપી રામરૂપ શિવસદનને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૪ હેઠળના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ।.૧૦ હજારનો દંડ, કલમ ૮ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ, રૂ।.પ હજારનો દંડ અને કલમ ૧૨ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ અને રૂ।.૩ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજા આપવામાં આવી છે. ભોગ બનનાર સગીરાને રૂ।.૪ લાખ કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh