Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વીમા કંપનીને કરાયો હુકમઃ
જામનગર તા. ૧૩: જામનગરના સમર્પણ સર્કલ પાસે છ વર્ષ પહેલાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. તેઓના વારસોને રૂ।.૧૧ લાખનું વળતર ચૂકવવા બે વીમા કંપનીને હુકમ કરાયો છે.
જામનગરના લીલાબેન સાગરભાઈ બારોટ નામના મહિલા ગઈ તા.૪-૧૨-૧૯ ના દિને સમર્પણ સર્કલ પાસેથી જતા હતા ત્યારે એક મોટરે તેઓને ઠોકર મારી હતી. રોડ પર ફંગોળાયેલા લીલાબેન ટ્રક નીચે ચગદાઈ ગયા હતા.
આ મહિલાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. મોટર તથા ટ્રકના ચાલક, માલિક સામે વળતર મેળવવા અરજી કરવામાં આવી હતી. તે અરજી ચાલી જતાં ટ્રિબ્યુનલે બંને વાહનના માલિકોની ૫૦-૫૦ ટકા જવાબદારી ગણી કુલ રૂ।.૧૧ લાખનું વળતર મંજૂર કર્યું છે. અરજદાર તરફથી વકીલ હાર્દિક એરડા, પરબત મકવાણા, પૂનમ ચૌહાણ, ઉર્વિશા લીંબાસીયા, વિશાલ મકવાણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial