Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરીયાળી અમાવસ્યાના દિવસે
શ્રાવણ માસની શરૂઆત પૂર્વે અષાઢી અમાસ - હરિયાળી અમાવસ્યા નિમિત્તે દ્વારકાધીશ જગત મંદિરમાં વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીને વિશિષ્ટ શ્રૃંગાર યોજવામાં આવ્યા હતાં. ઠાકોરજીના શ્રૃંગાર દર્શન સમયે નિજ સભાખંડને લીલી હરિયાળીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. મોટી અમાસ હોય, દૂર-દૂરથી આવેલા ભાવિકોએ પરંપરા અનુસાર વહેલી સવારે સૌપ્રથમ પવિત્ર ગોમતીનદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું અને ત્યારપછી છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગત મંદિરમાં પ્રવેશી શ્રીજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત મોક્ષદ્વાર પાસેના પટાંગણમાં પણ ભાવિકોની વ્યાપક ભીડ સાથે કતારો જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial