Advertisement
Author: નોબત સમાચાર

મયુર ટાઉનશીપના રૂ.પ કરોડ ઉપરાંતના કોમન પ્લોટમાં દબાણ સર્જાતા લેન્ડ ગ્રેબિંગ

જાહેર ઉપયોગના મેદાનમાં ખડકી લેવાયા સંડાસ, બાથરૂમ તથા શેડઃ તપાસનો ધમધમાટઃ

જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં એક શખ્સે સંડાસ-બાથરૂમ, શેડ સહિતનું પાકુ બાંધકામ ખડક્યા પછી તે ગેરકાયદે બાંધકામ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બનાવી નાખી હતી. આ મુદ્દે શરૂ થયેલો ચણભણાટ દબાઈ ગયો હતો. તે પછી કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ ઉપરોકત મામલો રજૂઆતના સ્વરૂપમાં પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસમાં તથ્ય જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે આજે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા નામના શખ્સ સામે વિધિવત ગુન્હો નોંધાયો છે. જિલ્લા પોલીસવડાની સૂચના અને સિટી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સિટી એના પીઆઈએ તપાસ આરંભી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં ત્યાંના રહેવાસીઓ માટે ફાળવવામાં આવેલા કોમન પ્લોટમાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ) દ્વારા પાકુ બાંધકામ કરવા ઉપરાંત તે કોમન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવી લઈ જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

આ સ્થળે ધર્મેશ રાણપરીયા (પટેલ) દ્વારા કરવામાં આવતા બાંધકામ અંગે જે તે વખતે ત્યાંના રહેવાસીઓએ વિરોધનો સૂર કાઢ્યો હતો પરંતુ તે સૂર બંધ થઈ ગયો હતો અને ધર્મેશ રાણપરીયાએ મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં સંડાસ, બાથરૂમ તેમજ એક શેડ બનાવી લઈ તેને ફરતે દીવાલ બનાવી લીધી હતી.

તે દરમિયાન જે વ્યક્તિ દ્વારા વિરોધ કરાયો હતો તેઓએ પોતાનું મકાન પણ ત્યાંથી વેચી નાખ્યું હતું. આ બાબતની જિલ્લા કલેક્ટરની લેન્ડ ગ્રેબિગ સમિતિ સમક્ષ રજૂઆત પહોંચતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તથ્ય જણાઈ આવ્યા પછી પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાતા આજે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કરાઈ છે.

આ સોસાયટીના કોમન પ્લોટની અંદાજે ૯૬૫.૩૮ ચોરસ મીટર જગ્યા જેની અંદાજે બજાર કિંમત રૂ.૫ કરોડ ૧૯ લાખ પપ હજાર આકારવામાં આવી રહી છે. તે જગ્યામાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાએ દબાણ સર્જયાની ફરિયાદ સિટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ એ. ચાવડાએ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh