Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામેથી આવતી બીજી ટ્રેનમાં કચડાયાઃ નેતાઓએ સંવેદના વ્યકત કરી
મુંબઈ તા. ૧૩: આગથી અફવાથી જીવ બચાવવા કુદીને સામેથી આવતી ટ્રેનમાં કચડાઈ જતા જીવ ગુમાવનારાઓના આંકડો ૧૩ પર પહોંચ્યો છે. હજુ ૧૫થી વધુ ઘાયલો સારવાર હેઠળ છે.
પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવા બાદ મુસાફરોએ ડરના માર્યા ઉતાવળમાં બાજુના ટ્રેક પર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સામેથી આવતી બીજી ટ્રેની અડફેટે મુસાફરો આવી ગયા હતા અને અત્યારસુધી કુલ ૧૩ મુસાફરોના મોત થયા હતા જ્યારે ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા શહેર નજીક માહેજી અને પરધડે સ્ટેશન વચ્ચે થયો હતો. લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૨૫૩૩માં આગ લાગવાની અફવા ઉડી હતી. પોતાનો જીવ બચાવવા માટે, મુસાફરોએ બાજુના ટ્રેક પર કૂદી પડ્યા અને બેંગલુરુથી દિલ્હી જતી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં લગભગ ૧૫ મુસાફરો ઘાયલ પણ થયા છે અને તેઓની સારવાર ચાલી રહી છે.
જો કે, રેલવે બોર્ડના સૂચના અને પ્રચાર વિભાગના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે ટ્રેનની અંદર આગ લાગી હોવાનો ઈન્કાર કર્યો છે.
રેલવે અધિકારીઓ અકસ્માતનું સાચું કારણ શોધવામાં વ્યસ્ત છે. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીને ટાંકીને પીએમઓએ એક્સ પોસ્ટમાં લખ્યું, 'મહારાષ્ટ્રના જલગાંવમાં રેલવે ટ્રેક પર થયેલા દુઃખદ અકસ્માતથી હું દુખી છું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહૃાા છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસથી એક વીડિયો જાહેર કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહૃાું, 'જલગાંવ જિલ્લાના પચોરા પાસે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યો, જે ખૂબ જ દુઃખદ છે, હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારોને ૫ લાખ રૂપિયા આપીને તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમણે 'ઠ' પર લખ્યું, 'મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલ ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં આ સંબંધમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સ્થાનિક પ્રશાસન ઘાયલોને તમામ શક્ય મદદ કરી રહૃાું છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial