Advertisement
Author: નોબત સમાચાર

ધુનડાઃ સત મણીમાંની અનંત યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવૈ નમઃ

જામનગરઃ સત પરિવારના સ્થાપક અવતારી પુરુષ હરિરામ બાપાના ધર્મપત્ની અને પુરણધામ આશ્રમ ઘુનેશ્વરના મોભીએ જગત જનની જગદંબા મણીમાં મકરસંક્રાંતિની સંધ્યાએ અનંતની વાટ પકડતા સતપરિવારમાં ઘેરો શોકની લાગણી છવાઈ છે તેમની પાલખીયાત્રામાં દેશ વિદેશના હજારો પરિવારો જોડાયા હતા *સત મણીમાની જય જય હો* ના જય કાર સાથે પુરણધામ ગુંજી ઉઠ્યું હતું

ઘુનડામાં પુરણધામનું નિર્માણ કરવામાં હરિરામ બાપાના પગલે પગલે જીવન સમર્પિત કરનાર નિર્મળ સ્વભાવ અને સહજમાં પોતાના સમગ્ર જીવનને સત પરિવાર માટે સઘળું આપી દેવાનો સૌજન્ય સ્વભાવથી જ હજારો પરિવાર માટે ભાગ્યશાળી બન્યો અને ૩૦ વર્ષ પહેલા હરિરામ બાપા એ સદેહે વિદાય લીધા પછી સત પરિવારની આસ્થા માટે મણીમા ભક્તોના જીવને સત માર્ગે દોરી સાચી દિશા બતાવી હતી. દરેક વખતે મણીમાં મારા ભક્તો હંમેશાં સુખી રહે એવા આશીર્વાદ પાઠવતા  હતા. પરાસ્પર બ્રહ્મ સદગુરૂ હરિરામ બાપા સાથે મણીમાંએ શક્તિ સ્વરૂપ સાથે રહીને આધ્યાત્મિક કેડીએ ચાલીને હજારો સેવકોને સતપરિવારમાં જોડી તેઓના કલ્યાણ માટે સાચા સંત બની અને લોકોના હ્ય્દયમાં સ્થાન મેળવ્યું છે. જાન્યુઆરી ના પ્રથમ અઠવાડિયામાં જ જગદંબા સ્વરૂપ ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હજારો સેવકો આસ્થા ભેર ઉમટી પડ્યા હતા અને મણીમાંની શતાબ્દી મહોત્સવને ઉજવણી કરવામાં આવી હતી અને હજારો સેવકોને આશીર્વાદ આપ્યા હતા.

આ અવતારી સ્વરૂપ જોતા એ દેહરૂપી વિદાય લઈને ભક્તોમાં દુઃખની લાગણી છે. સમગ્ર સત પરિવારને ગુરૂનો મહિમા સમજાવતા  સતવાણી દ્વારા ઉપદેશ આપ્યો છે કે

સદગુરૂ એટલે  અનન્વય અલંકાર, સદગુરૂ એટલે સાચા ગુરૂ. માનવને દેવત્વ તરફ વાળવા જીવંત વ્યકિતની જરૂર રહે છે. આ વ્યકિત એટલે સદગુરૂ. સદગુરૂ એ છે જે લઘુને ગુરૂ બનાવે છે. જે માટીના પિંડ જેવા મનુષ્યને માનવતાનો આકાર આપી, તેને ચિરંતન સુખ અને શાંતિનો માર્ગ બતાવે છે. સદગુરૂ એ છે જે મનુષ્યના જીવનમાં સંજીવની પ્રગટાવી તેના જીવનમાં અસ્મિતાનું નિર્માણ કરે છે.  અને તેને નરમાંથી નારાયણ બનાવે છે. સદગુરૂ એ છે જે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલાને જ્ઞાાનની જયોત દેખાડી સન્માર્ગે પ્રેરિત કરે છે. સત હરિરામ બાપા અને સત મણીમાંએ પોતાનાં સહજ સ્મિત અને અમીભરી દૃષ્ટિથી મનુષ્યના મનની મલિનતાને દૂર કરીને ભક્તોને પ્રભુચરણ સુધી લઈ જઈ અધ્યાત્મ વિદ્યાના દર્શન કરાવી  મોક્ષની ગતિ તરફના  માર્ગની જ્યોત પ્રગટાવી છે

સત મણીમાના દેહ વિલય અને દિવ્ય ચેતનાની ઉપાસના અર્થે ભંડારો

સત મણીમાંના દેહ વિલય અને દિવ્ય ચેતનાની ઉપાસના અર્થે  ગુરુ ગુણ ગાવા, મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ અરસપરસ દર્શનનો ભક્તિ સભર લ્હાવો લેવા પોષ વદ અમાસ સંવત ૨૦૮૧ તા.૨૯-૦૧-૨૦૨૫ ને બુધવારને સવારે ૧૦:૦૦ થી ૦રઃ૦૦ કલાકે પુરણધામ, ઘૂનેશ્વર (મુ-: ઘૂનડા)રાખેલ છે તો જોષી પરિવાર ધર્મે પ્રેમીઓને પૂર્ણ ભક્તિભાવ સાથે નિમંત્રણ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh