Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલના આક્રમણોથી ગાઝામાં ૪૭ હજારના જીવ ગયાઃ બે દિ'માં જ કાટમાળમાંથી ૨૦૦ જેટલા મૃતદેહો નીકળ્યા!

હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ જાહેર થયા પછી પણ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હુમલા ચાલુ

તેલઆઈલ તા. ૨૩:  ઈઝરાયલે ગાઝાને ક્બરસ્તાન બનાવ્યું હોય તેમ બે દિવસમાં ૨૦૦ લાશો નીકળી છે. યુએનએના આકલન મુજબ કાટમાળની સફાઈમાં ૨૧ વર્ષ લાગશે. આ પ્રકારના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. જેનિનમાં હજુ પણ ઓપરેશન ચાલુ રખાયું છે.

ઈઝરાયલ અને હમાસની વચ્ચે ૧૫ મહિનાથી ચાલુ યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કૂલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા મૃતદેહોનોે ઢગલો બની ચૂક્યું છે. આ યુદ્ધમાં ૪૭ હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ઈઝરાયલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહૃાાં છે. સ્ટેટ મીડિયાએ એક નિવેદનમાં કહૃાું કે 'કાટમાળથી બે દિવસમાં ૨૦૦ મૃતદેહો કાઢવામાં આવી ચૂક્યા છે.' સંયુક્ત રાષ્ટ્રએ નુકસાનનું આકલન કરતાં કહૃાું કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને ૨૧ વર્ષ લાગી જશે.'

આ દરમિયાન હજુ પણ ઈઝરાયલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોરી ગણાવીને તેના પર હુમલા કરાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં અહીં ઓપરેશનમાં ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે ૧૦ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં હતાં. હમાસ અને ઈઝરાયલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધવિરામ બાદ નાગરિક સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ ૨૦૦ મૃતદેહ જપ્ત કર્યાં છે. ગાઝાના શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ યુદ્ધમાં લગભગ ૧૫૦૦૦ સ્કૂલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર ૮૦૦ લોકો માર્યા ગયા. ઈઝરાયલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં ૯૫ ટકા શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા ૮૫ ટકા બંધ થઈ ગઈ.

આ મહિને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક નુકસાન આ કારણી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'ઈઝરાયલના બોમ્બ બ્લાસ્ટ બાદ બાકીના ૫૦ મિલિયન ટનથી વધુ કાટમાળને સાફ કરવામાં ૨૧ વર્ષનો સમય લાગી શકે છે અને તેનો ખર્ચ  ૧.૨ અબજ સુધી થઈ શકે છે.'

બીજી તરફ લેબનોનમાં પણ સીઝફાયર છતાં ઈઝરાયલી સેનાનો હુમલો ચાલુ છે. લેબનોનની એજન્સી અનુસાર ઈઝરાયલી સેનાએ તાયબે ગામમાં ઘરને સળગાવવા અને નાશ કરવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. આ ગામ સરહદના પૂર્વ ક્ષેત્રમાં સ્થિત છે. સ્થાનિક મીડિયા આઉટલેટ્સે પાડોશી ગામ કફર કિલ્લામાં એક મોટા બ્લાસ્ટની પણ માહિતી આપી છે, જેને સમગ્ર વિસ્તારમાં સાંભળવામાં આવ્યુ. ઈઝરાયલી સેના દક્ષિણી લેબનોનમાં દરરોજ હુમલો કરી રહી છે. ગત ૨૭ નવેમ્બરે ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh