Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રોકાણકારોને નવડાવી દેનાર પેઢી સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રૂ.ર૩ લાખનું રોકાણ પરત મેળવવા બે આસામીની રાવઃ

જામનગર તા.ર૩ : જામનગરમાં કેટલાક આસામીઓએ યુનિક મર્કન્ટાઈલ નામની પેઢીમાં રોકાણ કર્યા પછી પેઢી દ્વારા તે રકમ પરત આપવાની બદલે ઠેગો બતાવાઈ રહ્યો છે ત્યારે નગરના બે આસામીએ પોતાના રૂ.ર૩ લાખના રોકાણને પરત મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં ધા નાખી છે.

જામનગરમાં સાંઢીયા પુલ પાસે માધવ બાગમાં રહેતા સુનિલ ભીખાલાલ ખખ્ખર તેમજ રાજપાર્કવાળા વિજય તુલસીભાઈ નકુમ વગેરેએ અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ નામની પેઢીમાં રોકાણ કર્યું હતું.

ઉપરોક્ત બંને આસામીએ અનુક્રમે રૂ.૧૧ લાખ તથા રૂ.૧૦ લાખ રોક્યા પછી પ્લાનની મુદ્દત પૂર્ણ થયા પછી પણ યુનિક મર્કન્ટાઈલ દ્વારા પરત ચૂકવણી કરવામાં આવતી ન હતી. તેથી આ આસામીઓ એ જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવી છે. કંપની સામે સમન્સ કાઢવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh