Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રીને હાજર કરવાનું કહી અપાઈ ધમકીઃ
જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવનમાં રહેતો એક યુવાન ત્યાં રહેતી યુવતી સાથે ભાગી ગયા પછી ગઈકાલે એક મહિલા અને ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ યુવકના માતા તથા ભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન પાર્કની શેરી નં.૨માં રહેતા વર્ષાબેન દીવાનભાઈ થધાણી નામના પ્રૌઢા ગઈરાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે નિલેશ, ફતેસિંહ, રીના નામની યુવતીના માસી, ઋષિરાજસિંહ આવ્યા હતા.
થોડા દિવસ પહેલાં વર્ષાબેનનો પુત્ર પુનીત એક યુવતી સાથે ભાગી ગયો હતો. પુનીતને અને તે યુવતીને હાજર કરો તેમ કહી રીનાના માસીએ ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં વર્ષાબેન પડી જતાં તેઓને માથામાં ઈજા થઈ હતી. આ વેળાએ સંદીપ દોડી આવતા તેને રીનાના પિતા ફતેસિંહે ફડાકો ઝીંકી દીધો હતો અને ઋષિરાજસિંહે લાકડી વીંઝી હતી. આ વ્યક્તિઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા જતાં વર્ષાબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial