Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નભોમંડળમાં નરી આંખે જોઈ શકાતા મંગળગ્રહ, ગુરૂગ્રહ, શુક્રગ્રહ, અને શનિગ્રહ કે જે તમામ ગ્રહોની વિસ્તૃત માહિતી.

જામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા તમામ ગ્રહોની વિસ્તૃત માહિતી

મંગળ ગ્રહઃ સૂર્ય થી ૨૪ કરોડ કી.મી. દૂર રહી ૭૮૭ દિવસ માં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર ૨૪.૫ કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. પૃથ્વીથી અર્ધો વ્યાસ ધરાવતા આ ગ્રહને બે નાના દિમોસ અને ફોર્સ નામના ચંદ્ર છે. રાતા ગ્રહ નામે ઓળખાતા આ ગ્રહના ધ્રુવ પ્રદેશ ઉપર સ્વેત અંગારવાયુનું પાત્ર વાતાવરણ છે.

શુક્ર ગ્રહઃ લગભગ પૃથ્વી જેવડો વ્યાસ ધરાવતો આ ગ્રહ સૂર્ય થી ૧૦.૭ કરોડ કી.મી. દૂર રહી પ્રદક્ષિણા કરે છે. આકાશ માં વધુમાંવધુ ૪૮ અંશની ઊંચાઈ હોવાથી શુક્ર આખું વર્ષ વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ ઉપર અથવા સાંજે પશ્ચિમ ક્ષિતિજ ઉપર અચુક દેખાય છે. શુક્ર ગ્રહ ને ચંદ્ર ની જેમ કળા હોય છે. આ ગ્રહ સૂર્ય અને પૃથ્વી વચ્ચે હોય સમયાંતરે સૂર્યનું અધિક્રમણ કરે છે.

ગુરૂ ગ્રહઃ પૃથ્વી કરતાં ૧૩૦૦ ગણો કદમાં મોટો સૂર્ય થી ૭૭.૩ કરોડ કી.મી. દૂર રહી ૧૨ વર્ષે એક પરિક્રમા પૂર્ણ કરે છે. સૂર્ય મંડળના તમામ ગ્રહોને ભેગા કરતા પણ કદમાં મોટો છે. ટેલિસ્કોપની મદદથી ચાર મોટા ચંદ્ર તથા રંગરૂપ બદલતું રાખતું કલંક (રેડ-સ્પોટ) જોવાલાયક છે. ગુરૂ દરેક રાશિમાં એક વર્ષ  રહે છે.

શનિ ગ્રહઃ ૧૪૨ કરોડ કી. મી. દૂર સૂર્યની પરિક્રમા ૨૯.૫ વર્ષ માં પૂર્ણ કરે છે. અક્ષય ભ્રમણ ૧૦ કલાકનું છે. ૭૬૩ પૃથ્વીને સમાવતો આ ગ્રહ પૃથ્વી કરતાં માત્ર ૯૫ ગણો ભારે છે. એટલે પાણીના તળાવ માં નાખવામાં આવે તો તે પાણી ઉપર તરે. પોતાની કક્ષાએ નમતો રહીને ફરતો હોય તેના વલયો હંમેશાં એક સરખા રૂપમાં નથી દેખાતા, ક્યારેક સરળ લીટીનું અને ક્યારેક વિસ્ત્રુત સપાટીનું રૂપ ધારણ કરે છે. શનિનો સૌથી મોટો ચંદ્ર ટિટાન વાતાવરણ ધરાવે છે.

યુરેનશ ગ્રહઃ ૮૪ વર્ષે સૂર્યની પ્રદક્ષિણા કરતો આ ગ્રહ સૂર્ય થી ૪૬૫ કરોડ કી.મી. દૂર આવેલો છે. આપણી પૃથ્વી કરતા ૬૪ ગણો મોટો છે. અને એક રાશિમાં ૭ વર્ષ રહે છે.

નેપ્ચુયન ગ્રહઃ સૂર્યથી ૭૧૫ કરોડ કી.મી. દૂર રહી  ૧૬૫ વર્ષે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. પૃથ્વીથી ૪૨ ગણો મોટો એક રાશિમાં ૧૪ વર્ષ રહે છે. યુરેનશ અને નેપ્ચુયન ગ્રહો સૂર્યથી અતિ દૂર હોય નરી આંખે જોઈ શકાતા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh