Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા.ર૩ : જામનગરના દરબારગઢ વિસ્તારમાં દુકાન ચલાવતા એક આસામી સામે રૂ.અઢી લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદ માં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા સંજય શાંતિલાલ મકવાણા પાસેથી દરબારગઢ ૫ાસે આવેલી પારેખ વેલજી સોમચંદ એન્ડ કાું. નામની પેઢી વાળા પારેખ નિરવ ભરતભાઈ નામના આસામીએ રૂ.અઢી લાખ સંબંધદાવે ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા સંજયભાઈએ નોટીસ આપ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નિરવ ભરતભાઈ પારેખને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદ આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial