Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ વાયર સાથે બે શખ્સ ઝડપાયાઃ બેના નામ ખૂલ્યાઃ
જામનગર તા.૨૩ : ધ્રોલ પાસે એક હોટલ નજીક આવેલા ઈલેકટ્રીક સામાનના સ્ટોરમાં દસેક દિવસ પહેલાં રૂ.૭૦ હજારના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. તેની પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે ચોરાઉ વાયર બોલેરો પીકઅપ વાનમાં લઈને નીકળેલા બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ પોતાના બે સાગરિતના નામ ઓકી નાખ્યા છે. પોલીસે વાયર, બોલેરો કબજે કર્યા છે.
ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળ જામનગરના એક આસામીએ પોતાના ઈલેકટ્રીક કામ અંગે એક સ્ટોર ભાડેથી રાખ્યો હતો. તેના ખુલ્લા પ્લોટમાં ગઈ તા.૧૨ની સવારે કોઈ શખ્સો ઘૂસી ગયા હતા.
આ શખ્સોએ ત્યાં પડેલા એલ્યુમિનિયમના વીજ વાયરના જથ્થામાંથી ૫૦૦ કિલો વીજ વાયર ઉઠાવી લીધો હતો જેની જાણ થતાં તે જગ્યાના ભાડૂતે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં કેટલાક શખ્સો જોવા મળ્યા હતા. પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે રૂ.૭૦ હજારની કિંમતના વાયરની ચોરી અંગે ગુન્હો નોંધી પીઆઈ એચ.વી. રાઠોડ ના વડપણ હેઠળ સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન સીસીટીવી કેમેરામાંથી મળેલા સગડ તથા બાતમીદારો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતમાં જીજે-૩૬-વી ૧૯૭૪ નંબરની બોલેરોના સગડ નીકળતા તેની આરંભાયેલી તપાસમાં તે વાહન ટંકારાથી ધ્રોલ તરફ આવતું હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં તે વાહન આવી ચઢતા પોલીસે રોકાવી તલાશી લીધી હતી.
તે વાહનમાંથી ૫૦૦ કિલો વીજવાયરની રીંગ સાથે કચ્છના ભચાઉ તાલુકાના સામખીયારી ગામનો પ્રતિમ નાગજીભાઈ ચાઉં અને અંજારનો અર્જુન શિવરામ ખાંડેકા મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા આ શખ્સોએ પોતાના સાગરિત અંજારના અબુબકર અસગર અલી સૈયદ તથા લાલા ગોરધન દેવીપૂજક સાથે મળી ઉપરોક્ત ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.૭૫ હજારનો વાયર તેમજ રૂ.ર લાખની બોલેરો પીકઅપ વાન કબજે કરી બંનેની ધરપકડ કરી છે અને અબુબકર તથા લાલાની શોધ આરંભી છે. પ્રિતમ તથા અર્જુન સામે સામખીયારી પોલીસ સ્ટેશનમાં અગાઉ ૧ ગુન્હો નોંધાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial