Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકમાં ઓપરેશન 'સાફસૂફી': એસ્ટેટ શાખા દ્વારા ૧૪ રેંકડી, ૪ કાઉન્ટરો જપ્ત

એક દુકાનદારે ઉગ્ર બોલાચાલી કરતા ૫ોલીસ બોલાવવી પડીઃ કાયમી ઉકેલ માટે કમિશનરની કવાયત

જામનગરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર કવાયત કરી રહ્યું છે. મંગળવારે બર્ધનચોક વિસ્તારમાંથી રેંકડી, પથારાવાળાઓને દૂર ખસેડ્યા પછી ફરી ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બર્ધનચોક વિસ્તારમાંથી ધંધાર્થીઓને દૂર ખસેડી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો. આ સમયે ૧૪ રેંકડી અને ચાર કાઉન્ટરો જપ્ત કરાયા હતાંં. એક દુકાનદારે મહાનગરપાલિકાના અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

જામનગરના બર્ધનચોક, માંડવી ટાવર પાસે જાહેર રોડ પર ધંધો કરતા ફેરીયા, રેંકડી, પથારાવાળાઓના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે અનેક વખત અહીંથી જગ્યા ખાલી કરાવી છે. પરંતુ બીજા જ દિવસથી ફરી દબાણો થતા રહે છે. આથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પરમ દિવસે મ્યુનિ. કમિશનર ડીએન મોદી અને એસ.પી. પ્રેમસુખ ડેલુએ રૂબરૂ મુલાકાત કરી હતી અને સમસ્યાના કાયમી ઉકેલ માટે કવાયત શરૂ કરી હતી.

દરમિયાન ગઈકાલે કમિશનરની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા બર્ધનચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાંથી ફેરીયા, ધંધાર્થીઓને દૂર ખસેડી રસ્તો ખૂલ્લો કરાવાયો હતો. આ કામગીરી દરમિયાન ૧૪ રેંકડી અને ચાર કાઉન્ટરો જપ્ત કરવામાં આવ્યા હતાં. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન એક દુકાનદારે ભારે હોબાળો અને દેકારો મચાવી મહાનગરપાલિકાના અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ કામગીરી એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિત, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલાની દેખરેખ હેઠળ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh