Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી ગૌચર જમીનમાં દબાણ અને વકફ હેઠળ કબ્રસ્તાન બતાવી મદરેસાનું બાંધકામ?
ખંભાળિયા તા. ૨૩: બેટ દ્વારકામાં ડિમોલીશનમાં વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર પક્ષે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. આ અંગે વધુ સુનાવણી તા. ૪ ફેબ્રુઆરીના થશે.
બેટ દ્વારકામાં ચાલતા ડિમોલીશન વખતે બેટના ચોકકસ વિસ્તારમાં આવેલી કબ્રસ્તાનની જમીન અંગે વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંથી તોડી પાડવા સામે સ્ટેટસ કવો લેવામાં આવેલ જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ગુજરાત સરકારના વતી એડવોકેટ જી.એચ. વિર્ક દ્વારા ખૂબ જ ચોંકાવનારી દલીલો સામે આધારો રજૂ કરાયા હતાં.
દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવરેએ જણાવેલ કે જે જગ્યા પર વકફ બોર્ડ દ્વારા દાવો કરાયો છે તે જગ્યા વકફ બોર્ડની છે જ નહીં ટ્રસ્ટના પી.ટી.આર.માં આવી જગ્યાનો કોઈ ઉલ્લેખ જ નથી. બીજું કે જગ્યાનો હેતુ કબ્રસ્તાન માટેનો છે ત્યાં મુસ્લિમો મૃત્યુ પામે ત્યારે કબર બનાવી શકાય પણ ત્યાં મદરેસા-પાકી કંપાઉન્ડ વોલ તથા અન્ય બાંધકામો થયા છે જે ગેરકાયદેસર છે.
વકફ બોર્ડ જેના પર પોતાની જગ્યા હોવાનો દાવો કરે છે તે જગ્યા અઢી ત્રણ હજાર મીટરની છે જેના પર જુદા-જુદા સ્થળે ગૌચર તથા સરકારી ખરાબાની જમીનોમાં સાત બાંધકામો થયેલા છે જેમાં એકપણ બાંધકામ માટે સ્થાનિક પાલિકા તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ જગ્યાઓમાં હથિયારો તથા ડ્રગ્સ છુપાવવા ઉપયોગ થતો હોય તેમ અનેક કેસો પણ થયેલા છે તથા આ જગ્યા સાથે સંકળાયેલા વ્યકિતઓ પર હથિયારોના કેસો પણ થયેલા છે. ચૌદ જેટલી પોલીસ ફરિયાદો પણ ભૂતકાળમાં થયેલી હતી.
વકફના નામથી આ જગ્યા પર બાંધકામ કરીને જે સ્થળો બનાવાયા છે ત્યાં ભૂતકાળમાં ઈરાન તથા પાકિસ્તાન દેશોના લોકો આવી ગયા છે. તથા આ વિસ્તારના ૩૮ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે ત્યારે આ જગ્યા પર ગેરકાયદે બાંધકામ દેશની સુરક્ષા તેના સલામતી માટે ભયજનક થઈ શકે છે.
વકફ બોર્ડ દ્વારા બેટ દ્વારકામાં તેમની કહેવાની જગ્યાઓ પર ડિમોલીશનના કરવા સંદર્ભમાં સ્ટે લેવાયેલો જેની સુનાવણીમાં ગુજરાત સરકાર તરફથી તેમના વકીલ દ્વારા આધાર પુરાવા સાથે વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. જે પછી ૪-૨-૨૫ના ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
સંવેદનશીલ વિસ્તારમાં દબાણો કેમ ચાલે?: પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી દ્વારકાના અમોલ આવરેએ જણાવેલ કે બેટ દ્વારકા અત્યંત સંવેદનશીલ વિસ્તાર ભારતીય સુરક્ષાની દૃષ્ટિએ છે ત્યાંથી પાકિસ્તાન ૮૦ નોટીકલ માઈલ જ દૂર હોય નિર્જન ટાપુઓ તથા બેટ દ્વારકા જેવા સ્થળે સરકારી ગૌચરની જમીનો પર આવી રીતે વ્યાપક દબાણો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર હોય સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી ખરાબા કે ગૌચરમાં જમીન દબાણો ચાલે જ નહીં તેમ જણાવીને જમીન દબાણો હટાવવા અંગે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial