Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, બ્રાસપાર્ટ અને ડીવીઆર પણ લેતો ગયોઃ
જામનગર તા.૨૩ : જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં સોમવારની રાત્રે ડેલો ટપીને ઘૂસેલા શખ્સે શેડ તથા ઓફિસના શટરના તાળા તોડી અંદરથી રૂ.૩,૧૮,૫૦૦નો તૈયાર બ્રાસપાર્ટ તથા રૂ.૩ર હજાર રોકડા, સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી લીધુ છે. કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં આવેલા ઈલેકટ્રીક્ટ ઝોન પ્લોટ નં.ઈ/૬ માં હિન્દુસતાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગયા સોમવારની રાત્રે નવ વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં કોઈ શખ્સ ડેલો ટપીને ઘૂસી ગયો હતો.
આ શખ્સે કારખાનામાં પ્રવેશ કર્યા પછી તેના ઉપરના માળે આવેલા ગોડાઉન જેવા શેડમાં તેમજ ત્યાં આવેલી ઓફિસના શટરના તાળા કોઈ સાધનથી તોડી નાખી અંદરથી પિત્તળનો અંદાજે ૬૦૦ કિલો તૈયાર માલ ઉઠાવી લીધો હતો. રૂ.૩,૧૮,૫૦૦ની કિંમતના બ્રાસપાર્ટ ઉપરાંત આ તસ્કરે ઓફિસમાં રાખવામાં આવેલા ટેબલના ખાનામાંથી રૂ.૩૨ હજાર રોકડા પણ તફડાવી લીધા હતા.
ચોરીના સગડ મેળવવા કારખાનેદાર અને મૂળ લાલપુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્કની શેરી નં.૭માં રહેતા નીતિનભાઈ દામજીભાઈ રાબડીયાએ તપાસ કરતા તેમના કારખાનામાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના રેકોર્ડિંગ માટેનું ડીવીઆર પણ ચોરાઈ ગયેલું જણાઈ આવ્યું હતું. ઉપરોક્ત ચોરીની ગઈકાલે બપોરે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નીતિનભાઈ રાબડીયાએ ફરિયાદ નોંધાવી છે. ઈન્ચાર્જ પીઆઈ એમ.એન. શેખે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial