Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક ફોરમનો વીમા કંપનીને આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરના એક આસામીએ પોતાની મોટરને અકસ્માતમાં થયેલા નુકસાનનો ક્લેઈમ કરતા વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. વ્યાજ, વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
જામનગરના ગિરીરાજ સિંહ ચંદુભા જાડેજા પોતાની જીજે-૩૬-એફ ૮૮૯૯ નંબરની મોટરમાં ગઈ તા.૨૮-૪-૨૩ના દિને રાજકોટથી આવતા હતા ત્યારે માર્ગમાં ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરમાં નુકસાન થયું હતું.
તેનું વળતર મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઈમ કરાતા સર્વે કરાવ્યા પછી વીમા કંપનીએ બોનસ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તેઓએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે નુકસાનીની રકમ ૨૫૪૬૨૫ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ પેટે રૂ.૮ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સોહિલ બેલીમ, હુસેન ખીરા, ફૈઝાન કોરડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial