Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવાદાસ્પદ કાયદા સામે દુનિયાભરના મહિલા જુથો લાલધુમ
બગદાદ તા. ર૩: ઈરાકની સંસદે છોકરીઓના લગ્નની ઉંમર ઘટાડીને ૯ વર્ષ કરી કરી દીધી છે. મહિલા અધિકાર જુથોએ આ કાયદાઓના પસાર થવાને બયાનક ગણાવ્યું છે. દેશમાં શિયા અને સુન્ની માટે લગ્નની ઉંમર અલગ અલગ હશે. સંસદમાં વિવાદાસ્પદ કાયદો પસાર થયા પછી તેના વૈશ્વિક તીવ્ર પ્રત્યાઘાતો સામે આવ્યા છે.
ઈરાકની સંસદે મંગળવારે એક વિવાદાસ્પદ સુધારેલા બિલન મંજુરી આપી જેણે ઈસ્લામિક દેશમાં બાળ લગ્નને કાયદેસર બનાવી દીધા છે. દાયકાઓ જુના કાયદામાં સુધારા પછી હવે ૯ વર્ષની છોકરીઓના પણ લગ્ન થઈ શકે છે. ઈરાકી સંસદની વેબસાઈટે જણાવ્યું હતું કે તેણે વ્યક્તિગત સ્થિતિ કાયદામાં સુધારો કરવાના પ્રસ્તાવ તેમજ 'સામાન્ય માફી કાયદામાં બીજા સુધારા'ને સ્વીકારી લીધો છે.
મહિલા અધિકાર જુથોએ આ કાયદાઓના પસાર થવાને ભયાનક ગણાવ્યું છે. તેઓ કહે છે કે આનાથી બાળ બળાત્કાર કાયદેસર બનશે. અત્યાર સુધી, ઈરાકમાં મહિલાઓ માટે લગ્ન માટેની લઘુતમ ઉંમર ૧૮ વર્ષ હતી, પરંતુ નવા સુધારા પછી મૌલવીઓને લગ્ન, છૂટાછેડા અને બાળકોની સંભાળ સહિત કૌટુંબિક બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
'આપણે ઈરાકમાં મહિલાઓ અને બાળકોના અધિકારોના અંત સુધી પહોંચી ગયા છીએ.' કાયદાના સૌથી મુખ્ય વિરોધીઓમાંના એક વકીલ મોહમ્મદ જુમાએ જણાવ્યું. ઈરાકી પત્રકાર સાજા હાશિમે જણાવ્યું હતું કે મહિલાઓનું ભાગ્ય મૌલવીઓના હાથમાં છે, તે હકીકત ભયાનક છે. એક સ્ત્રી તરીકે મારા જીવનમાં આવતી દરેક વસ્તુથી મને ડર લાગે છે.
ગાર્ડિયનના અહેવાલ મુજબ ઈરાકમાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર બહુમતી શિયા મુસ્લિમો માટે ૯ વર્ષ હશે, જ્યારે સુન્ની મુસ્લિમો માટે તે ૧પ વર્ષ હશે. રિપોર્ટમાં સ્વતંત્ર સાંસદ સજ્જાદ સલીમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'ઈરાકી રાજ્યએ ક્યારેય આટલું અધોગતિ અને અપવિત્રતા જોઈ નથી જેનાથી ઈરાકની સંપત્તિ અને પ્રતિષ્ઠાને નુક્સાન થયું હોય જેટલું આપણે આજે જોઈ રહ્યા છીએ.' જો કે ઈરાકમાં બાળ લગ્ન લાંબા સમયથી ચાલતો મુદ્દો રહ્યો છે. ર૦ર૩ માં હાથ ધરાયેલા સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે દેશમાં ર૮ ટકા છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. ગરીબીમાંથી બહાર નીકળવા માટે સગીર છોકરીઓને લગ્નની ઓફર કરવામાં આવે છે. ઘણા વહેલા લગ્ન નિષ્ફળ જાય છે, જેના કારણે યુવતીઓને જીવનભર તેના પરિણામો ભોગવવા પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial