Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ હજાર એકરના વિસ્તારમાં વિકરાળ આગ
ન્યૂયોર્ક તા. ર૩: લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે વિકરાળ સ્વરૂપ ધર્યું છે. આ આગે ૮ હજાર એકર અથવા ૩,ર૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે, તેથી ૩૧,૦૦૦ નું રેસ્ક્યુ કરાયું છે.
અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે, કારણ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે. લોસ એન્જલસમાં સળગી રહેલી આ આગ કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં છે. આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલસમાં સ્થિત છે. આગે ૮ હજાર એકર અથવા ૩,ર૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે. તળાવની આસપાસ રહેતા લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોસ એન્જલસ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગ ફાટી નીકળી છે. આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે.
આ આગ મોટા વિસ્તારને લપેટમાં લે તેવી શક્યતા છે. ૩૧,૦૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું, 'હું માત્ર પ્રાર્થના કરૂ છું કે અમારૂ ઘર બળી ન જાય'. લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે.
આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, ર લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને ર૭ થી વધુ લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે, ર૦ર૮ માં અમેરિકાના શહેર લોસ એન્જલસમાં રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ ૧૪ જુલાઈથી ૩૦ જુલાઈ, ર૦ર૮ સુધી ચાલશે. લોસ એન્જલસને અમેરિકાના સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial