Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૩: પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા યુવાનને જીએસટી વિભાગે ૧ કરોડ ૯૬ લાખની નોટીસ ઠપકારતા ચર્ચા જાગી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા સુનિલ સથવારાને બેંગ્લુરૂ જીએસટી વિભાગ તરફથી રૂ. ૧ કરોડ ૯૬ લાખનો ટેકસ ભરપાઈ કરવાની નોટીસ મળતા આ યુવક અને તેનો પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે. નોટીસમાં કરાયેલ ઉલ્લેખ મુજબ એ યુવકના નામે દેશના અલગ અલગ રાજયમાં ૧૧ થી વધુ પેઢી ચાલે છે.
યુવક અને પરિવાર દ્વારા તપાસ કરવામાં આવતા તેના નામે કોઈએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપીંડી આચરી છે. બીજી તરફ આ યુવક પોલીસ મથકએ પહોંચ્યો હતો. જેણે સાઈબર વિભાગ, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. યુવકના જણાવ્યા મુજબ પોતે અમદાવાદમાં સુથારી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આટલી રકમ એક સાથે જોઈ પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial