Advertisement
Author: નોબત સમાચાર

મિલકત વેરા શાખા દ્વારા બે ઝોનમાં કામગીરી કરાશેઃ અધિકારીની નિમણૂંક

જામનગર મહાનગરપાલિકામાં

જામનગર તા. ર૩: જામનગર મહાપાલિકામાં મિલકત વેરા શાખા કાર્યરત છે. તેમાં એક ટેક્સ ઓફિસર કાર્યરત છે. પરંતુ સરળતા માટે કામગીરીને ઝોન-૧ અને ઝોન-ર એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.

જામનગર શહેરમાં ૩ લાખથી વધુ મિલકતો મહાનગરપાલિકામાં નોંધાયેલ છે. આ મિલકત ધારકોને વેરા બીલ પહોંચાડવા, વેરા વસુલાત વિગેરેની કામગીરી મિલકત વેરા શાખા દ્વારા કરવામાં આવે છે. જેના મુખ્ય અધિકારી તરીકે ટેક્સ ઓફિસર જવાબદારી સંભાળે છે. પરિણામે અધિકારી ઉપર કામનું ભારણ વધુ રહે છે. આથી કામની વહેંચણી કરવા કમિશનર દ્વારા નિર્ણય કરાયો હતો. આમ શહેરમાં કુલ ૧૬ વોર્ડ માંથી વોર્ડ નં. ૧ થી ૮ ની લીગલ શાખાના અધિકારી શૈલેન્દ્રસિંહ સોઢાને સોંપવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. ૯ થી ૧૬ ની કામગીરીની જવાબદારી વિજય ભાંભોર પાસે રહેશે. આમ હવે ટેક્સ રીકવરીની જવાબદારી બે અધિકારી સંભાળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh