Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્જન ટાપુ પર પ્રવેશ કરવામાં આવ્યો છે પ્રતિબંધિતઃ
જામનગર તા.૨૩ : ઓખાના દરિયામાં આવેલા ખારા મીઠા ચુસણા ટાપુ પર વગર મંજૂરીએ ગયેલા સલાયાના આઠ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. આ શખ્સો સામે પોલીસે ખુદ ફરિયાદી બની જુદા જુદા બે ગુન્હા નોંધ્યા છે. નિર્જન ટાપુ પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો હોવા છતાં આ શખ્સો તે ટાપુ પર પહોંચ્યા હતા.
ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ગોપ ગોરીસા નામની માછીમારી બોટ ઓખા નજીકના ખારા મીઠા ટાપુ પાસે લાંગરેલી જોવા મળી હતી. તેથી પોલીસ ટીમ ખારા મીઠા ચુસણા ટાપુ પર તપાસાર્થે પહોંચી હતી.
તે ટાપુ પરથી સલાયાનો તવસીન જુનસ સંઘાર, અસગર જુનસ સંઘાર, હારૂન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા, ગની રઝાક ગંઢાર, ઈમરાન દાઉદ ગાઝીયા, આબીદ સલેમાન સુંભણીયા, હસન મામદ સંઘાર નામના આઠ શખ્સ મળી આવ્યા હતા.
દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા નિર્જન ટાપુ પર જવાની મનાઈ ફરમાવતું જાહેરનામુ અમલી હોવા છતાં ત્યાં મંજૂરી વગર જ ગયા હોવાનું ખૂલ્યું છે. પોલીસે ખુદ ફરિયાદી બની આઈએનડી જીજે-૩૭ એમએમ ૮૮૫ નંબરની બોટમાં ગયેલા તમામ સામે જાહેરનામા ભંગ તેમજ સેફ્ટીના સાધનો રાખ્યા વગર જોખમી રીતે ટાપુ પર જવા અંગે જુદા જુદા બે ગુન્હા નોંધ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial