Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ કરોડ ૬૫ લાખમાં સોદો કરી બે વર્ષ સુધી બતાવ્યા આંબાઆંબલીઃ
જામનગર તા.ર૩ : જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં મુંબઈના એક મહાજન વેપારીના આવેલા બે શેડ વેચાણથી લેવા માટે બે વર્ષ પહેલાં નગરના બે મહાજનબંધુ એ સોદો કર્યા પછી સુથી ચૂકવી હતી અને બાકીની રકમ દસ્તાવેજ વેળાએ ચૂકવવાની વાત કરી હતી. તે પછી મૂળ માલિકની જાણ બહાર આ બંને બંધુએ તે શેડ પોતાના નામે કરાવી લઈ બે વર્ષ સુધી આંબા આંબલી બતાવતા મહાજન વેપારીનું કામકાજ સંભાળતા આસામીએ રૂ.૧,૪૦, ૨૫,૦૦૦ની છેતરપિંડી, વિશ્વાસઘાત આચરવા અંગે બંધુ સામે ફરિયાદ કરી છે.
જામનગરમાં ગોકુલનગર પાસે આવેલી હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ વીરચંદભાઈ શાહ નામના આસામીએ દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં આવેલી કૃષ્ણ કોલોનીમાં રહેતા મુકેશ મંગળજીભાઈ મકવાણા અને શાંતિલાલ મંગળજીભાઈ મકવાણા નામના બે બંધુ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ મેહુલભાઈના શેઠ અને કારખાનેદાર રાજનભાઈ ગડાએ રૂ.૧ કરોડ ૬૫ લાખમાં બે શેડ વેચવા માટે બે વર્ષ પહેલાં મુકેશ મંગળજી અને શાંતિલાલ મંગળજી નામના શક્તિ ગૃહ ઉદ્યોગવાળા જૈનબંધુઓ સાથે સોદો કર્યા પછી મેહુલભાઈના આ શેડ નં.૧૩/૨/એ તથા શેડ નં.૧૩/૨/બી ખરીદવા વેચાણ કરાર કર્યાે હતો. જેમાંથી રૂ.૨૪ લાખ ૭૫ હજાર ચૂકવ્યા પછી રૂ.૧ કરોડ ૪૦ લાખ ૨૫ હજાર ચૂકવવાના બાકી હતા.
તે રકમ ચૂકવવાની બાકી હોવા છતાં મેહુલભાઈના નામની લોનના ચેક બતાવી રાજનભાઈ ગડા પાસેથી તે શેડના દસ્તાવેજ કરાવી લઈ બાકીની રકમ ઓળવી લીધી હતી. તે પછી રકમ મળી ન હોવા છતાં દસ્તાવેજ કરાવાયો હોવાની જાણ થતાં રાજનભાઈએ બાકી રકમની ઉઘરાણી કરી હતી. તેની સામે મુકેશ તથા શાંતિલાલે લોન પાસ થયે બાકીની રકમ ચૂકવીશું તેવા વાયદા કરવાનું શરૂ કરી બે વર્ષ સુધી આંબા આંબલી બતાવતા મેહુલભાઈ શાહે જૈન બંધુ મુકેશ મકવાણા અને શાંતિલાલ મકવાણા સામે ફરિયાદ કરી છે.
ઉપરોક્ત ગુન્હાની પોલીસે નોંધ કરી છે અને પીએસઆઈ આર.ડી. ગોહિલે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ આરંભી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ રાજનભાઈ ગડા મુંબઈમાં વસવાટ કરે છે. તેઓના જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં બે પ્લોટ આવેલા છે. તેમાં શેડ ઉભા કરાયા પછી તેનું સંચાલન મેહુલ વીરચંદ શાહ કરતા હતા. તેઓની સાથે શક્તિ ગૃહ ઉદ્યોગ નામની પેઢી ચલાવતા મુકેશ મંગળજી અને શાંતિલાલ મંગળજી મકવાણાએ બે વર્ષ પહેલાં રૂ.૧ કરોડ ૬પ લાખમાં સોદો કર્યા પછી સુથીની રકમ ચૂકવી હતી. બાકીની રકમ દસ્તાવેજ વેળાએ આપવાની વાત કર્યા પછી મૂળ માલિક રાજનભાઈની ગેરહાજરીમાં નોટરી કરાર કરાવી લીધો હતો. તેની જાણ થતાં રાજનભાઈ વતી મેહુલ શાહે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial