Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હથિયારો આઠ શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા.૨૩ : જોડિયાના મોટાવાસમાં વસવાટ કરતા એક યુવાનને ઈકો ચલાવવાની બાબતે જોડિયાના જ એક શખ્સ સાથે બોલાચાલી થયા પછી મંગળવારે રાત્રે તે યુવાન તથા તેના ભાઈ પર આઠ શખ્સે છરી, લાકડી, પાઈપ, ધારીયા વડે હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે.
જોડિયા શહેરમાં મોટા વાસમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ઈશાક સુમાર ભાઈ ખીચડી ઉર્ફે માલમ નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે હુસેન ઈશા સાયચા, શકીલ ઈશા સાયચા, અયુબ કરીમ, કાસમ કરીમ સાયચા નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.
બે દિવસ પહેલાં ઈશાકના ભાઈ જુનસ સાથે ઈકો મોટર ચલાવવાના પ્રશ્ને શકીલ સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી આ શખ્સોએ ઝઘડો શરૂ કરતા ઈશાકે તેઓને સમજાવટ કરી હતી. તેથી આ ચારેય શખ્સે ગાળો ભાંડ્યા પછી શકીલે ધારીયાથી અને અયુબે પાઈપથી, કાસમે લાકડીથી હુમલો કરી ઈશાકને માર માર્યાે હતો.
આ વેળાએ હુસેન ઈશાએ છરી કાઢી હતી અને તેનો ઘા ઈશાકે ચૂકાવ્યો હતો ત્યારે જ જુનસ આવી જતાં ઉપરોક્ત ચાર શખ્સની સાથે ફારૂક કરીમ, શહેઝાદ કાસમ, હર્ષદ અયુબ, આબીદ કરીમ સાયચા આવી ચઢ્યા હતા. તેઓએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. જેમાં જુનસને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઈશાક ઉર્ફે માલમે ગઈકાલે જોડિયા પોલીસ મથકમાં આઠેય હુમલા ખોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial