Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે દેવરીયા પાટીયા નજીક બાઈક આડે ખુંટીયો ઉતરતા ચાલકનો ભોગ લેવાયો

સાત રસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ ટકરાઈઃ

જામનગર તા.૨૩ : ખંંભાળિયાના ભાતેલ ગામના બે યુવાન ગઈકાલે સાંજે દેવરીયા પાટીયા પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સાતરસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ અથડાઈ પડી છે અને તળાવની પાળે સ્કૂટરને મોટરે ટક્કર મારી છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા (ઉ.વ.ર૧) તથા તેમના મિત્ર જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા ગઈકાલે સાંજે જીજે-૩૭-પી ૧૩૬૯ નંબરના મોટરસાયકલમાં જતા હતા. આ વેળાએ એસ્સાર કંપનીના મટીરીયલ ગેઈટ પાસે જયારે તેઓ પહોંચ્યા ત્યારે અચાનક જ એક આખલો રોડ પર આવી ગયો હતો.

તે આખલા સાથે અકસ્માત થતો અટકાવવાનો બાઈકના ચાલક જીતેન્દ્રસિંહે પ્રયાસ કર્યાે હતો. તેમ છતાં બાઈક આખલા સાથે ટકરાઈ પડ્યું હતું તેથી બંને યુવાન ફંગોળાયા હતા. આ અકસ્માતમાં જીતેન્દ્રસિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને પાછળ બેસેલા જયવીર સિંહને ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી જીતેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું છે. જયવીરસિંહના ભાઈ કુલદીપ સિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ભાનુશાળી વાડમાં રહેતા કરણ વિમલભાઈ કનખરા ગઈ તા.૧૫ની રાત્રે તળાવની પાળે જૂની આરટીઓ કચેરીની ગોળાઈમાંથી સ્કૂટર પર જતા હતા ત્યારે જીજે-૧૦-સીએન ૪૧૪૦ નંબરની સ્વીફ્ટ મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં સ્કૂટરમાં નુકસાન થયું હતું. મોટરચાલક અજય અરશીભાઈ વાઘ સામે ફરિયાદ કરાઈ છે.

જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીન સિટીમાં શેરી નં.૩માં રહેતા હેમાંગ નવીનભાઈ સોનૈયા મંગળવારે સાંજે સાતરસ્તા સર્કલમાંથી જીજે-૧૦-બીજી ૨૨૧૩ નંબરની મોટર સાથે પસાર થતા હતા ત્યારે જીજે-૧૮-ઝેડ ૮૬૯૨ નંબરની એસટી બસ ટકરાઈ પડી હતી. મોટરમાં રૂ.૩૦ હજારનું નુકસાન થયું છે. એસટી બસના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh