Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા બે પરિણીતાની અદાલતમાં અરજી

પતિને હાજર થવા કરાયો હુકમઃ

જામનગર તા.૨૩ : જામનગરના બે પરિણીતાને ભરણપોષણ ચૂકવવા અદાલતે આદેશ કર્યા પછી પણ બે વ્યક્તિએ ભરણપોષણ ન ચૂકવી તેની રકમ ચઢત કરતા બંને પરિણીતાએ ભરણપોષણ વસૂલ મેળવવા પતિ સામે અદાલતમાં અરજી કરી છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા જસ્મિનબાનુ ચરીયાના નિકાહ રીઝવાન હુસેન ચરીયા સાથે થયા પછી આ પરિણીતાએ પતિ પાસેથી ભરણપોષણની અરજી કરી હતી. અદાલતે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે રકમ ચઢત થઈ રૂ.૧૭ હજાર થઈ જતાં જસ્મિનબાનુએ પતિ પાસેથી તે રકમ વસૂલ મેળવવા અદાલતનો આશરો લીધો છે. પતિને અદાલતમાં હાજર થવા હુકમ કરાયો છે.

જામનગરના મહેઝબીન નામના પરિણીતાએ પતિ એજાઝ અબ્દુલ્લા મીઠવાણી સામે ચઢત ભરણપોષણ રકમ રૂ.૨૬ હજાર વસૂલવા માટે અદાલતમાં અરજી કરી છે. અદાલતે એજાઝ મીઠવાણીને હાજર થવા આદેશ કર્યાે છે. બંને અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh