Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્ગત કર્મચારીના માતાએ કરી હતી અરજીઃ
જામનગર તા.૨૩ : જામનગર વીજ કંપનીના એક કર્મચારીના ચાલુ ફરજે થયેલા અવસાન પછી તેઓના પરિવારને રૂ.૪૦ લાખ વળતર પેટે મંજૂર કરાયા હતા. તે રકમમાંથી સદ્ગત કર્મચારીના પત્નીએ માતાને કોઈ રકમ ન આપતા સદ્ગતના માતાએ અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે બેંકને એક્સ પાર્ટી સ્ટેનો હુકમ કર્યાે છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર રાજીવનગર સ્થિત રહેતા જયેશભાઈ ધનજીભાઈ ભાંભી વીજ કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓનું ચાલુ ફરજે આકસ્મિક રીતે અવસાન થતાં બેંક દ્વારા તેઓને રૂ.૪૦ લાખની રકમ વળતર પેટે મળવાપાત્ર થઈ હતી અને તેમના પત્ની જયાબેનને નોમીની તરીકે નિમવામાં આવ્યા હતા.
તે દરમિયાન જયેશભાઈના માતા સોનીબેન ધનજીભાઈને તેમના પતિ તેમજ બીમાર પુત્રના ભરણપોષણ માટે પુત્રવધૂ જયાબેન કોઈ રકમ આપવા માટે તૈયાર થયા ન હતા અને પોતાના પિયર ચાલ્યા ગયા હતા તેથી સાસુ સોનીબેને દીવાની અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલવા પર આવતા તેમના વકીલે દલીલ કરી હતી કે, માતા સીધીલીટી ના વારસદાર છે, જ્યારે નોમીની મિલકતના ટ્રસ્ટી છે, માલિક નથી. તેથી જયાબેનને બેંક દ્વારા આપવામાં આવેલુ વળતર સ્ટે કરવા અને તેમનું ખાતુ ફ્રીઝ કરવામાં આવે.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાદી માતા સોનીબેન ભાંભીની તરફેણમાં હુકમ કરી એસબીઆઈને એક્સ પાર્ટી સ્ટે ઓર્ડર કરવામાં આવ્યો છે. વાદી તરફથી વકીલ એલ.આર. મોવાણીયા, એસ.કે. રાઠોડ એસો.ના લખમણ મોવાણીયા, મેહુલ જોઈસર, અમિત ચુનડા, પાર્વતી ખીમસુરીયા, ઉદય રાણા, મિરલ કારેણા, હસ્મિતા પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial