Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક દરમિયાન કૃષિમંત્રી દ્વારા
જામનગર તા. ૨૩: કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરીમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા તાકીદ કરી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીમાં વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રીપેરીંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઉંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઈપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોચાડવું, વાણીયાગામ ગામે પાણીની ટાંકી બનાવવી, જામવંથલી ગામે અલગ વીજ ફીડર આપવું, ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીઓમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાનમાં લઇ તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો અને વિભાગ વાઈઝ પ્રગતી હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમજ લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નિરાકરણ લાવવા અને સમયમર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા તે માટે લગત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial