Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે નભોમંડળના વિવિધ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન

સાંસદ-ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા ૨૩, જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે  તા. ૨૪ જાન્યુઆરીના  સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.

આ નિદર્શનના કાર્યક્રમમાં જામનગર શહેર અને જિલ્લાના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.

જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, જિલ્લા કલેકટર ભાવિનકુમાર પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે, અને તેઓની ઉપસ્થિતિમાં પ્લેનેટ નિદર્શનનો કાર્યક્રમ યોજાશે.

જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડિસ્ટ્રિક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણભાઇ ભાટુ ઉપસ્થિત રહેશે, તેમજ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે.

 જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ દ્વારા જામનગર શહેર અને આસપાસના વિસ્તારની ખગોળ પ્રેમી જનતાને આ ખગોળીય ઘટનાનું અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે અનુરોધ કરાયો છે.

 આ કાર્યક્રમ દરમિયાન મંગળના ગ્રહની માહિતી એમડી મહેતા સાયન્સ સેન્ટર - ધ્રોળના સંજય પંડયા દ્વારા આપવામાં આવશે, જ્યારે ગુરૂ ગૃહ તથા શનિ ગ્રહો ની માહિતી ખગોળ મંડળ- જામનગરના કિરીટભાઈ વ્યાસ આપશે, અને શુક્રના ગ્રહ તથા આકાશના અન્ય તારાઓની માહિતી કિરીટભાઈ શાહ આપશે.

જુદા જુદા ચાર ગ્રહોને અલગ અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકાય તે માટે પ્રત્યેક ગ્રહ ઉપર એક એક ટેલિસ્કોપ મૂકવામાં આવશે, અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટને દર્શાવાશે. સાથો સાથ આકાશગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે, અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે.

આથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ખગોળ પ્રેમીઓએ ઉપરોક્ત તમામ પ્લેનેટ ની પરેડ વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અને ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે તારીખ ૨૪મી જાન્યુઆરીના  સાંજના ૭ વાગ્યાથી ૯ વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh