Advertisement
Author: નોબત સમાચાર

બ્રેઈની તથા અલોહા દ્વારા 'રી પબ્લિક ડે' થીમ પર જામનગર કિડ્સ આર્ટ ફિયેસ્ટા

પ થી ૧પ વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોમ્પીટીશનઃ

જામનગર તા. ર૩: જામનગરના પ થી ૧પ વર્ષના બાળકો માટે રી-પબ્લિક ડે ની થીમ ઉપર બ્રેઈની તથા અલોહાના સંયુક્ત ઉપક્રમે એશ્યોર એકેડેમી દ્વારા જામનગર કીડ્સ આર્ટ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડ્રોઈંગ તેમજ ક્લરીંગ કોમ્પીટીશન એઈજ વાઈઝ ૩ ગ્રુપમાં આયોજીત થનાર છે. જેમાં પ થી ૭ વર્ષ માટે આપેલ ડ્રોઈંગમાં રંગ ભરવાના રહેશે. ૮-૧૧ વર્ષ માટે આપેલ લાઈન ડ્રોઈંગમાં રંગ ભરી તેમજ ૧ર થી ૧પ વર્ષના વિદ્યાર્થીઓ માટે ગણતંત્ર દિવસ થીમ પર ડ્રોઈંગ કરી તેમાં કલર પૂરવાના રહેશે. સ્પર્ધાની થીમ "રી-પબ્લિક ડે" રાખવામાં આવેલ છે.

અલોહા એશ્યોર એકેડમી, ત્રીજો માળ, જોલીબંગલા પાસે આ કોમ્પીટીશન આગામી તા. રપ-જાન્યુઆરી દરમિયાન બે સમયના વિકલ્પ સાથે રાખવામાં આવેલ છે. જેમાં વિકલ્પ-૧ ના સાંજે ૪-૬, વિકલ્પ-ર સાંજે ૬-૮ રાખવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને વિજેતા થનાર ત્રણ એઈજ ગ્રુપના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને (કુલ-૯) ગીફ્ટ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. ત્રીજો માળ, જોલીબંગલો કોમ્પ્લેક્ષ, સુમેરક્લબ રોડ, જામનગર, રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ર૪-જાન્યુઆરી અને સમય સવારે ૧૦-૧ અને સાંજે ૪-૮ નો રહેશે. રજીસ્ટ્રેશન ક્યુ.આર. કોડ સ્કેન કરીને અથવા આપેલ લીંક (રંંૅજઃ//ર્કદ્બિજ.ખ્તઙ્મી/૯સ્સ્૬ૅ૬ડ્ઢર્િેદૃ૮જી૧ફજ૭) દ્વારા ફોર્મ ભરી શકાશે. વધારે વિગત માટે એશ્યોર એકેડમી (મો. ૯૮૯૮૧ ૯૯૯પ૮, ૦ર૮૮-રપ૬૭૩૭૩) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh