Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીના આસામીને દંડ ભરવા પણ અદાલતનો આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરમાં બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી બે પેઢી પાસેથી દિલ્હીની એક પેઢીના સંચાલકે અનુક્રમે રૂ.૬,૭૪,૫૦૭ અને રૂ.૩,૬૫,૮૦૦નો સામાન ઉધારમાં ખરીદ કરી રકમ ચૂકવવા ચેક આપ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદના અંતે અદાલતે દિલ્હીના આસામીને એક-એક વર્ષની કેદ અને ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ-ત્રણ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
જામનગરમાં અશોક બ્રાસ મોલ્ડીંગ નામની પેઢીવાળા જીવરામ સોરઠીયા પાસેથી દિલ્હીની સ્ટાર ઈન્ટરનેશનલ નામની પેઢીના સંચાલક શાહનવાઝ સૈફીએ બ્રાસના સળીયા ખરીદ્યા પછી તેના હિસાબ પેટે રૂ.૬,૭૪,૫૦૭ ચૂકવવાના બાકી હતા. તે રકમ અંગે ચેક અપાયો હતો. આ ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી જીવરામભાઈએ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી શાહનવાઝ સૈફીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા અપાઈ છે.
તે જ રીતે જામનગરની ભાવિકા એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી પણ દિલ્હીની સ્ટાર ઈન્ટરનેશનલ પેઢીવાળા શાહનવાઝ સૈફીએ ઉધારમાં બ્રાસપાર્ટ ખરીદી રૂ.૩ લાખ ૬૫,૮૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની રજનીકાંત આર. જોષીએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં પણ અદાલતે શાહનવાઝ સૈફીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. બંને ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial