Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૈદરાબાદમાં હૈયુ હચમચી જાય તેવી હત્યાથી હાહાકાર
હૈદરાબાદ તા. ર૩: પત્નીના ટૂકડા કરી, પ્રેસર કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી દેનાર પતિની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની કબુલાત સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકેસે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હૈદરાબાદથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. પત્નીની હત્યા કર્યા પછી તેણે તેના શરીરના ટૂકડા કર્યા પછી તેણે તેને પ્રેશર કૂકરમાં ઉકાળ્યું અને પછી તેને તળાવમાં ફેંકી દીધું. આરોપી પતિએ પોલીસ સમક્ષ આ મોટો ખુલાસો કર્યો છે.
પોલીસે હત્યાના શંકાના આધારે ૩પ વર્ષિય મહિલાના પતિની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન પતિએ દાવો કર્યો હતો કે તેણે તેની પત્નીના શરીરના ટૂકડા કરી દીધા હતાં અને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા હતાં. તેણે બાફેલા શરીરના ભાગોને તળાવમાં ફેંકી દીધા.
આ મહિલા લગભગ અઠવાડિયા પહેલા ગુમ થઈ ગઈ હતી. તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ભૂતપૂર્વ સૈનિક છે અને હાલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબુલ કર્યો. તેણે કહ્યું કે તેનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ગુસ્સામાં તેણે પોતાના પત્નીની હત્યા કરી દીધી. તેણે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને શરીરને ટૂકડા કરી નાખ્યા. પછી ટૂકડાઓ ઉકાળીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા.
પોલીસનું માનવું છે કે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા પછી પતિએ આ ગુનો કર્યો હતો. તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો બહાર આવશે. પોલીસે કહ્યું કે તેઓ આરોપીના આ દાવાની તપાસ કરી રહ્યા છે. આરોપીનું નામ ગુરુમૂર્તિ છે. આરોપી આર્મીમાં ફરજ બજાવતો હતો અને નિવૃત્ત થઈ ગયો છે. તે હાલમાં કંચનબાગમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.
ગુરૂ મૂર્તિના લગ્ન ૧૩ વર્ષ પહેલા વેંકટ માધવી સાથે થયા હતાં. બન્નેને બે બાળકો છે. મીરપેટ પોલીસે જણાવ્યું હતું કે હત્યા કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ વિગતો બહાર આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial