Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં મિનિકુંભનું ઉદ્ઘાટન : પ્રયાગરાજના મહાકુંભમાં ભાગ લેવાની અમિતભાઈ શાહે કરી અપીલ

કુંભમેળાઓ હિંદુ સમાજને એક મંચ પર લાવે છેઃ

અમદાવાદ તા. ૨૩: અમદાવાદમાં મિનિ કુંભનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ હતું કે, કુંભમેળાઓ હિન્દુ સમાજને એક મંચ પર લાવ્યા છે. તેમણે પ્રયાગરાજના મહાકુંભની મુલાકાત લેવા પણ લોકોને અપીલ કરી હતી.

અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી હતી.

તેમણે કહૃાું કે ૧૪૪ વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયો છે. મહાકુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહૃાા છે. મેં મારા જીવનમાં ૯ કૂંભમાં સ્નાન કર્યું સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો.હું ૨૭મીએ કુંભમાં ૧૦મી વખત સ્નાન કરવા જઈશ. કુંભમાં ગયેલો વ્યક્તિ હોટેલમાં નથી રોકાતો.લોકો ટેન્ટમાં ઠંડીમાં પણ જમીન પર સૂઈ જાય છે.હજારો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે. ગુજરાતની જનતાને અપીલ કરતાં કહૃાું કે મહાકુંભમાં જરૂૂર જવું જોઇએ.કારણ કે મહાકુંભ એકતાનો સંદેશ આપે છે.

આજે મિનિ કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજરી રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દૂ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે. દરેક વ્યક્તિ ગંગામાં ડુબકી મારી, પોતાને પવિત્ર કરે છે. અહીં ન નામ પૂછાય, ન ધર્મ પૂછાય, ન જાતિ પૂછાય.

એક સમયે દિલ્હીમાં હું હિન્દુ છુ્ં એવું બોલી નહોતું શકાતુ. ૧૦ વર્ષમાં પરિવર્તન આવ્યું. ખૂલીને આપણી વિચારધારાના કામો થયા. કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ સમાપ્ત થયો. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઇ, ત્રિપલ તલાક સમાપ્ત. હજુ ૫ વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. હિન્દુ મઠો, આધ્યાત્મિક જૂથો ક્યારેય પ્રચાર ન કરતા. સેવા કરે, લોકોને ભોજન કરાવે પણ પ્રચાર નહોતા કરતા. હિંદુ સમાજના તમામને એક મંચ પર લાવવાનું આ કામ.

મીની કુંભ મેળામાં અહલ્યાબાઈ હોલકર પર પણ સ્ટોલ. અહલ્યાબાઇ ઘોર અંધારામાં ચમકતી વીજળી સમાન. આક્રમણખોરોએ તોડેલા દેવસ્થાનોનું પુનરુત્થાન કર્યુ. અહલ્યાબાઈના ૩૦૦ વર્ષની ઉજવણી મોટાપાયે થઈ.  ૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન મીની કુંભ મેળો ચાલશે.આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે. મીની કુંભમાં ૧૧ કુંડી યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે. આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના ૧૧ જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે.

દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના ૯ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. આધ્યાત્મિક મેળામાં નુક્સાન ન આવે તેની ચિંતા કરજો. બધા મળીને નુક્સાન થાય તો ભરપાઈ કરજો.આધ્યાત્મિક મેળામાં મને બોલાવવા બદલ આભાર, મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છાઓ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh