Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના મનો દિવ્યાંગ બાળકોએ સંગીત ક્ષેત્રે દેખાડ્યું કૌવત

રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના

દ્વારકા તા. ૧૩ઃ દ્વારકામાં થોડા વર્ષો પૂર્વે જ શરૂ થયેલી કામગીરીથી ખ્યાતિપ્રાપ્ત રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન દ્વારા મનોદિવ્યાંગ બાળકોના અભ્યાસ સાથોસાથ વિવિધ થેરાપીની મદદથી સર્વાંગી વિકાસ હેતુ વિવિધ સ્તરે કરાતી ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને સંગીત ક્ષેત્રે વિશેષ રીતે તાલીમબદ્ધ કરાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ ભાટિયા દ્વારા લેવાયેલી સંગીત વિશારદની તૃતીય વર્ષની પરીક્ષામાં સંસ્થાના છ મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લઈ સંગીત ક્ષેત્રે તેમનું કૌવત દેખાડ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ સંગીત શિક્ષક કછેટિયા દ્વારા બાળકોની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રાધે સંસ્થાના બાળકોએ 'સંગીત હૈ શક્તિ ઈશ્વર કી, હર સ્વર મેં બસે હૈ રામ, રાગી જો સુનાએ રાગની, રોગી કો મિલે આરામ' આ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh