Advertisement
Author: નોબત સમાચાર

તુલસીનગરીમાં જીગ્નેશ દાદા (રાધે રાધે) નાં વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજીત કથામાં સાંસદ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિ

જામનગરમાં સત્કર્મ ફાઉન્ડેશન તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા તુલસી નગરી, ખંભાળીયા હાઇ-વે, જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથામાં પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા 'રાધે રાધે' વ્યાસપીઠ પરથી કથામૃત વહાવી રહ્યાં છે.

ગઇકાલે સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર, તળાવની પાળેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી. જીગ્નેશ દાદાને નિહાળવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા બહોળી સંખ્યામાં ભક્તો પોથીયાત્રામાં ઉમટ્યા હતાં અને પોથીયાત્રાએ શહેરમાં આકર્ષણ જગાવ્યું હતું.

કથામાં તા. ૧૫/૧ નાં વામન જન્મ તથા શ્રી રામ જન્મ તથા નંદ ઉત્સવ (શ્રી કૃષ્ણ જન્મોત્સવ), તા. ૧૬/૧ નાં ગિરિરાજ ઉત્સવ, તા. ૧૭/૧ નાં શ્રી કૃષ્ણ - રૂક્ષ્મણિ વિવાહ સહિતનાં ઉત્સવો ઉજવાશે.

કથામાં પ્રથમ રાત્રિએ સાંસદ પૂનમબેન માડમ સહિતનાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લઇ વ્યાસપીઠ પૂજન કર્યુ હતું તથા જીગ્નેશ દાદાનાં શુભાશિષ મેળવ્યા હતાં. યજમાનોમાં શ્રી કૃષ્ણ મિત્ર મંડળનાં રમણિકલાલ વિઠ્ઠલદાસ રાજાણી પરિવાર, પ્રવિણભાઇ દત્તાણી પરિવાર, કનુભાઇ કોટક પરિવાર, હરસુખભાઇ કરશનભાઇ દત્તાણી પરિવાર, કલ્પેશભાઇ બાલકૃષ્ણભાઇ હડીયલ પરીવાર, કાલીદાસ વિઠ્ઠલદાસ સોનૈયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમંગભાઇ દિનેશભાઇ રાજાણી પરિવાર, ખોડીદાસભાઇ ધામેચા પરિવાર, ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા(મારફતીયા) પરિવાર, વસંતરાય નારણદાસ ચગ પરિવાર,ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર, મહ ેન્દ્રભાઇ (મનુભાઇ) પંચમતીયા પરીવાર સેવા આપી રહ્યા છે.

કથા એક્ઝિક્યુટિવ કમિટીમાં 'નોબત' પરિવારનાં ચેતનભાઇ માધવાણી પણ સેવા આપી રહ્યા છે. તેમજ અશોકભાઇ જોબનપુત્રા, આશિષભાઇ ચગ, અક્ષિતભાઇ પોબારૂ, કિરીટભાઇ સોલંકી, ડો.હિમાંશુભાઇ પેશાવરીયા, બાદલભાઇ રાજાણી, ભૂપેશભાઇ સોનૈયા, હિતુલભાઇ કારીયા,હિતેષભાઇ સખીયા, નિરજભાઇ દત્તાણી, ભાવેશભાઇ જાની, વિશાલભાઇ પંચમતીયા,રાજુભાઇ મારફતીયા, હેમલભાઇ વસંત, રણજીતભાઇ મારફતીયા, દિનેશભાઇ મારફતીયા, મિતેષભાઇ લાલ, મિહિરભાઇ કાનાણી, કલ્પેશભાઇ હડીયલ, મેહુલભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, આનંદભાઇ રાયચુરા, મનોજભાઇ અમલાણી, નિશાંતભાઇ રાજાણી વગેરે કથાનાં આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh